છેલ્લા 4 વર્ષથી ઉજવાતા એકસ્પોમાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ પ્રોજેક્ટ તૈયાર કર્યા હતા. જેમાં ઓટોમેટિક ડિશ વોશર મશીન, સ્ટ્રીટ લાઈટ કંટ્રોલર, સિંગલ વ્હીલ બાઈક સહિતના વિવિધ પ્રોજેક્ટ પ્રદર્શન માટે મુક્યા હતા. આ સાથે જ ખેડૂતો માટે ખાસ ઉપયોગી ઓટોમેટિક ડ્રિપ ઇરિગેશન સિસ્ટમ પણ તૈયાર કરવામાં આવી છે. જેના થકી ભેજ હોય તો ડ્રીપ બંધ થાય અને ભેજ સૂકાઈ જાય ત્યારે ડ્રિપ સિસ્ટમ શરૂ કરવા સહિતના પ્રોજેક્ટ આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા.
સરકારી એન્જિનિયરિંગ કોલેજ ખાતે ટેકનોથોન 2019 યોજાયો
અરવલ્લીઃ અરવલ્લીના મોડાસામાં સરકારી એન્જિનિયરિંગ કોલેજ ખાતે ટેકનોથોન 2019નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓએ વિવિધ પ્રોજેક્ટ રજૂ કર્યા હતા.
સ્પોટ ફોટો
8મા સેમેસ્ટરના વિદ્યાર્થીઓએ કુલ 32 તેમજ છઠ્ઠા સેમેસ્ટરના વિદ્યાર્થીઓએ 6 જેટલા પ્રોજેક્ટના ડિસપ્લે રજૂ કર્યા હતા. વિદ્યાર્થીઓએ તૈયાર કરેલા તમામ પ્રોજેક્ટ લોકોની સુખાકારીમાં વૃદ્વિ કરનારાહોવાનું વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું. આ પ્રોજેક્ટ વિદ્યાર્થીઓના આખા વર્ષના અથાગ પરિશ્રમનું પરિણામ હતું.