ગુજરાત

gujarat

ETV Bharat / state

સાતમા પગારપંચનો લાભ ન મળતા સફાઈ કામદારો ઉતર્યા હડતાળ પર

અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા નગરપાલિકાના સફાઈ કામદારો તેમની વર્ષો જૂની પડતર માગણીઓને લઈ ફરી એક વાર હડતાળ પર ઊતર્યા છે. સફાઈ કામદારોની માગણીઓ સામે આંખ આડા કાન કરતા આખરે નગરપાલિકા સફાઈ કર્મચારીઓ આખરે આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. સફાઈ કામદારોની માગ છે કે, તેમને પણ સાતમા પગારપંચનો લાભ આપવામાં આવે.

મોડાસામાં સાતમા પગારપંચનો લાભ આપવા સફાઈ કામદારો ઉતર્યા હડતાળ પર
મોડાસામાં સાતમા પગારપંચનો લાભ આપવા સફાઈ કામદારો ઉતર્યા હડતાળ પર

By

Published : Dec 29, 2020, 3:27 PM IST

  • અરવલ્લીમાં સફાઈ કામદારોએ નગરપાલિકાનો કર્યો ઘેરાવ
  • સાત પડતર માગણીને સંતોષવા માટે સફાઈ કામદારો મેદાને
  • માગ ન સંતોષાય ત્યાં સુધી સફાઈ કામદારોની હડતાળ ચાલશે

અરવલ્લીઃ જિલ્લાના મુખ્ય મથક મોડાસા નગરપાલિકાના સફાઈ કામદારો તેમની વર્ષો જૂની પડતર માગણીઓને લઈ ફરી એક વાર હડતાળ પર ઊતર્યા છે. સફાઈ કામદારોની માગણીઓ સામે આંખ આડા કાન કરતા આખરે નગરપાલિકા સફાઈ કર્મચારીઓ આખરે આંદોલનનો માર્ગ અપનાવ્યો છે.

મોડાસામાં સાતમા પગારપંચનો લાભ આપવા સફાઈ કામદારો ઉતર્યા હડતાળ પર
100 જેટલા સફાઈ કામદારો નગરપાલિકા પરિસરમાં આંદોલન પર

છેલ્લા કેટલાય સમયની પડતર માગણીઓ ન સંતોષતા આખરે અરવલ્લી જિલ્લાના મોડાસા નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ હડતાળ પર ઉતરી ગયા છે. 100 જેટલા સફાઈ કામદારો નગરપાલિકા પરિસરમાં આંદોલન પર બેઠા છે. 15 દિવસ અગાઉ નગરપાલિકાના ચીફ ઓફિસર સમક્ષ તેમણે પોતાની માગ રજૂ કરી હતી, પરંતુ તંત્રે આંખ આડા કાન કરતા સફાઈ કામદારોમાં રોષ વ્યાપ્યો છે.

100 જેટલા સફાઈ કામદારો નગરપાલિકા પરિસરમાં આંદોલન પર બેઠા
સફાઈ કામદારોની માગ

સફાઈ કર્મચારીઓ વર્ષો જૂની માગ છે કે, તેમને સાતમા પગાર પંચનો લાભ આપવામાં આવે તેમ જ આઉટસોર્સીંગ બંધ કરી વર્ષોથી ખાલી પડેલી જગ્યાઓમાં ભરતી કરવામાં આવે. તદ્ઉપરાંત નગરપાલિકામાં કાયમી સફાઈ કર્મચારી તરીકે નિવૃત્ત થયેલા કર્મચારીઓને નિવૃત્તિ પછી લાભ અને ચાલુ નોકરીએ મૃત્યુ પામેલા કર્મચારીના નજીકના સંબધીને નોકરી આપવાની માગ કરવામાં આવી રહી છે.

ક્યાં સુધી ચાલશે આંદોલન?

પાલિકામાં હવે વહીવટદાર તરીકે ચીફ ઓફિસરે કાર્યભાર સંભાળ્યો છે ત્યારે હવે આ આંદોલન ક્યાં સુધી ચાલે છે તે જોવું રહ્યું. સફાઈ કામદારોની જ્યાં સુધી તેમની 7 પડતર માગણી નહીં સંતોષાય તો કામથી અળગા રહી હડતાળ યથાવત રહેશેની ચીમકી ઉચ્ચારી હતી.

ABOUT THE AUTHOR

...view details