ગુજરાત

gujarat

By

Published : Jun 15, 2020, 8:37 PM IST

ETV Bharat / state

ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર, સમગ્ર રાજયમાં અરવલ્લી 8માં ક્રમે

ગુજરાત રાજ્ય માધ્યમિક બોર્ડ દ્વારા ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યુ છે. ત્યારે અરવલ્લી જિલ્લો 81.44 ટકા પરીણામ સાથે સમગ્ર રાજ્યમાં 8માં ક્રમે રહ્યો છે.

ધોરણ-12 સામાન્ય પ્રવાહનું  પરિણામ જાહેર, સમગ્ર રાજયમાં અરવલ્લી  8માં ક્રમે
ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર, સમગ્ર રાજયમાં અરવલ્લી 8માં ક્રમે

અરવલ્લીઃ ગુજરાત રાજય માધ્યમિક બોર્ડ દ્વારા ધોરણ-12 સામાન્ય પ્રવાહનું 76.29 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં અરવલ્લી જિલ્લો 81.44 ટકા પરિણામ સાથે સમગ્ર રાજ્યમાં 8માં ક્રમે રહ્યો છે. અરવલ્લી જિલ્લામાં ધોરણ-12ના ઉત્તર બુનિયાદી, વ્યવસાયલક્ષી અને સામાન્ય પ્રવાહની પરીક્ષામાં 6700 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાંથી 13 કેન્દ્રોના 328 બ્લોકમાં 6661 વિધાર્થીઓ ઉપસ્થિત રહી પરીક્ષા આપી હતી.

રાજ્ય માધ્યમિક બોર્ડ દ્વારા પરિણામ જાહેર કરવામાં આવતા જિલ્લાના 13 કેન્દ્રો પૈકી ભિલોડાના વાંકાનેર કેન્દ્રનું સૌથી ઉચું 97.26 ટકા પરિણામ આવ્યું છે, જ્યારે જિલ્લાના અન્ય કેન્દ્ર પરિણામવાર વિગત જોઇએ. તો ધનસુરાનું 85.30, મોડાસા 75.99, જીતપુર (મરડીયા) 78.39, બાયડ 64.39, સાંઠબા 87.47, જીતપુર (બાયડ) 94.63, મેઘરજ 82.29, ભિલોડા 82.50, વાંકાનેર 97.26, માલપુર 77.14, ઇસરી 87.37 અને શામળાજી કેન્દ્રનું 87.03 ટકા સાથે સમગ્ર જિલ્લાનું 81.44 ટકા પરિણામ સાથે અરવલ્લી સમગ્ર રાજ્યમાં 8માં ક્રમે રહ્યો છે. જે ગત વર્ષ 71.50 ટકા પરિણામની સરખામણીએ આ વર્ષે પરીણામ ઉંચુ આવ્યું છે.

વિદ્યાર્થીઓ મેળવેલા ગ્રેડ વાર વિગત જોઇએ તો A-1માં 01, A-૨માં 87, B-1-774, B-2માં 1841, C-1માં 1936, C-2માં 741, D ગ્રેડમાં 44, E-1માં 01, જયારે સુધારાની આવશ્યકતા જણાતી હોય તેવા (Needs Improvement) 1275 વિધાર્થીઓનો સમાવેશ થાયો છે.

ABOUT THE AUTHOR

...view details