ગુજરાત

gujarat

ETV Bharat / state

સ્ટેટ વિજિલન્સની ટીમે મેઘરજના બુટલેગરના ઘરે રેડ પાડી, 2 લાખથી વધુનો દારૂ જપ્ત કર્યો

અરવલ્લી: પોલીસ દરરોજ દેશી અને વિદેશી દારૂના કેસ કરે છે, તેમ છતાં છાસવારે આર.આર.સેલ અને સ્ટેટ વિજિલન્સની ટીમ જિલ્લામાં આવી રેડ પાડી દારૂ પકડી જિલ્લાપોલીસને ક્ષોભજનક સ્થિતીમાં મુકી દે છે. પોલીસ દ્રારા કડક દારૂબંધી હોવાના દાવા કરાઈ રહ્યા છે, ત્યારે પોલીસતંત્રની નાકનીચે મેઘરજ નદીના પુલના છેડે વિદેશી દારુનો મોટાપાયે વેપારતા કરતા રમેશ અરજન ડામોરના બાંઠીવાડા (અજુ હિરોલા) ગામે સ્ટેટ વિજિલન્સની ટીમ ત્રાટકી 2,41,209 રૂપિયા નો વિદેશી દારૂ સાથે રમેશ બુટલેગરને ઝડપી લીધો હતો.

By

Published : May 5, 2019, 4:40 AM IST

સ્પોટ ફોટો

સ્ટેટ વિજિલન્સની રેડની ખબર મળતા જ જિલ્લા પોલીસ તાબડતોડ મેઘરજ સ્ટેશને પહોંચી સ્થાનિક પોલીસ અને જિલ્લાની પોલીસ તંત્રની કામગીરીનો તાગ મેળવ્યો હતો.પોલીસે વિદેશી દારૂ 3,43,206નો મુદ્દામાલ જપ્ત કરી રમેશ અરજન ડામોરને જેલના હલાવે કર્યો હતો. જ્યારે ફરાર રાજસ્થાન સરથુના, અંબાલાલ અને પ્રકાશ નામના બુટલેગરો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી બંને ઇસમોને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details