ગુજરાત

gujarat

ETV Bharat / state

અરવલ્લી જિલ્લામાં 7મી આર્થિક ગણતરી અંગેની પ્રવૃતિનો પ્રારંભ

અરવલ્લીઃ ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ સ્ટેટેસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન દ્વારા સમગ્ર દેશમાં આર્થિક ગણતરીની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. તે અન્વયે અરવલ્લી જિલ્લામાં પ્રેમનગર સોસાયટી મોડાસા ખાતેથી જિલ્લા આયોજન અધિકારી સુરેન્દ્રસિંહ ડાભીની ઉપસ્થિતિમાં 7મી આર્થિક ગણતરીનો શુભારંભ કરવામાં આવ્યો હતો.

By

Published : Jan 20, 2020, 8:36 PM IST

આર્થિક ગણતરી અંગેની પ્રવૃતિનો પ્રારંભ
આર્થિક ગણતરી અંગેની પ્રવૃતિનો પ્રારંભ

કોમન સર્વિસ સેન્ટર દ્વારા આ ગણતરી તમામ ઘર-ઓફિસની રૂબરૂ મુલાકાત લઈ મોબાઈલ એપની મદદથી ઘરની પ્રાથમિક માહિતી અને કુટુંબની વ્યક્તિઓ દ્વારા ઘરમાં ચાલતી આર્થિક પ્રવૃતિઓ જેવી કે, લારી-પાથરણા, રિક્ષા, દુકાન, ઓફિસો, કારખાના વગેરેની ચોક્કસ માહિતી એકત્ર કરવામાં આવશે.

આર્થિક ગણતરી અંગેની પ્રવૃતિનો પ્રારંભ

અંદાજે 700થી વધુ ગણતરીદારો અને 200થી વધુ સુપરવાઇઝરો મારફત મોબાઈલ એપ્લીકેશનના ઉપયોગથી તેઓ આ માહિતી એકત્ર કરવાની કામગીરી કરશે. ઉપરાંત NSSO અને જિલ્લા પંચાયતની આંકડાશાખા દ્વારા દ્વિતિય કક્ષાની ચકાસણી કરવામાં આવશે. ગ્રામ્ય કક્ષાની કામગીરી કરવા માટે ઇ ગ્રામનો સહયોગ લેવાશે.

આર્થિક ગણતરી બાદ આ માહિતીને નિયમિત રીતે અધ્યતન કરતા રહી નેશનલ બિઝનેસ રજીસ્ટર તૈયાર કરવાનું પણ આયોજન છે. આર્થિક ગણતરી દ્વારા અરવલ્લી જિલ્લામાં ચાલતી આર્થિક ગતિવિધિઓની માહિતી મેળવી શકાશે. જેના દ્વારા કયા તાલુકામાં કેવા પ્રકારના ધંધા રોજગાર ચાલે છે અને કેટલા લોકો રોજગારી મેળવે છે..? આ પ્રકારની માહિતી મેળવી શકાય છે. આ માહિતી રાજ્ય તેમજ અરવલ્લી જિલ્લાના સામાજિક અને આર્થિક વિકાસને વેગ આપવા માટે મહત્વપૂર્ણ સાબિત થશે.

આ આર્થિક ગણતરીમાં સી.એસ.સી.ના જિલ્લા મેનેજરો, જિલ્લા પંચાયતના કર્મચારીઓ, સુપરવાઇઝર, ગણતરીદાર તેમજ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details