મોડાસા: અરવલ્લી જિલ્લાના પશુઓના હોસ્પિટલમાં આઉટ સોર્સીંગથી ફરજ બજાવતા 100થી વધુ કર્મચારીઓને છેલ્લા 4 મહિનાથી છુટ્ટા કરી દેવામાં આવ્યા છે. જેથી કર્મચારીઓના પરિવાર પર જાણે આભ તૂટી પડયું છે. સફાઈ કામદારોને આઉટ સોર્સીંગ એજન્સી મારફતે ફરજ પર પરત લેવામાં નહીં આવે તો હવે વાલ્મિકી સંગઠનના પ્રમુખે અન્ન જળનો ત્યાગ કરીને ભૂખ હડતાળ પર ઉતરવાની ચિમકી ઉચ્ચારી છે.
અરવલ્લીમાં સફાઇ કર્મચારીઓનું કલેકટરને આવેદન, ભૂખ હડતાળની ચિમકી
અરવલ્લી જિલ્લાના પશુઓના હોસ્પિટલમાં કામ કરતા સફાઈકર્મીઓની માગ ન પૂરી થતા આગામી સમયમાં ભૂખ હડતાળ કરવાની ચિમકી ઉચ્ચરવામાં આવી છે. આઉટ સોર્સીંગથી ફરજ બજાવતા 100થી વધુ કર્મચારીઓને છેલ્લા 4 મહિનાથી છુટ્ટા કરી દેવામાં આવ્યા છે.
અરવલ્લી
આ અગાઉ તમામ કર્મચારીઓએ કલેક્ટર કચેરીએ હડતાળ પર ઉર્તયા હતાં. જેને લઇને 10 જેટલા સફાઈકર્મીઓની અટકાયત પણ કરાવામાં આવી હતી. તમામ છૂટા કરાયેલા સફાઈ કર્મીઓએ વહીવટી તંત્રને આવેદન પત્ર આપ્યું છે, જેમાં તેમની માગ સંતોષવામાં નહીં આવે તો આગામી સમયમાં ભૂખ હડતાળ કરવાની પણ ચિમકી ઉચ્ચારી છે.