મોડાસા શહેરમાં સમગ્ર શિક્ષા અભિયાન યોજનાના કરાર આધારિત કર્મચારી સંઘના પ્રમુખ અમિત કવિએ રાજ્ય સરકારમાં સમાન કામ સમાન વેતનની માંગ સાથે અનેકવાર રજૂઆત કરી છે. તેમ છતાં તેમના પ્રશ્નોનું નિરાકરણ ન આવતા માથે મુંડન કરી વિરોધ નોંધાવ્યો હતો.
શિક્ષા અભિયાન સંઘના પ્રમુખે કરાવ્યું મુંડન, કહ્યું- NOTAમાં આપીશ મત
અરવલ્લી: લોકસભાની ચૂંટણીના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ગુજરાતના કેટલાય ગામડાઓમાં પ્રાથમિક સુવિધાના અભાવે લોકોએ મતદાનથી અળગા રહેવાની ચિમકીઓ ઉચ્ચારી છે. આ વચ્ચે સમગ્ર શિક્ષા અભિયાનના કર્મચારીઓએ પણ સરકારની નીતિ-રીતિથી નિરાશ થઈ NOTAમાં મત આપવાની ચિમકી ઉચ્ચારી છે.
સ્પોટ ફોટો
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં સમગ્ર શિક્ષા અભિયાન યોજનામાં કરાર આધારિત 22 હજાર જેટલા કર્મચારીઓ કામ કરી રહ્યા છે. આ પ્રસંગે ઉપ પ્રમુખ આશિષ પટેલ અને 50 જેટલા કારોબારી સભ્યો હાજર રહ્યા હતા.