ગુજરાત

gujarat

ETV Bharat / state

શામળાજી પોલીસે રાજસ્થાનથી આવતી ટ્રકમાંથી 16.74 લાખનો દારૂ ઝડપી પાડ્યો - દારૂની હેરાફેરી

અરવલ્લીઃ જિલ્લામાં શામળાજી પોલીસે મંગળવાર રાત્રીના સુમારે વેણપુર નજીક રાજસ્થાન તરફથી આવતી ટ્રકમાં પ્લાસ્ટિકના દાણા ભરેલા કોથળાની આડમાં દારૂની હેરાફેરી કરતાં 2 આરોપીઓની ધરપકડ કરી હતી. ટ્રક સહિતનો મુદ્દામાલ જપ્ત કરી 16.74 લાખનો દારૂ ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ પોલીસે આરોપી વિરૂદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ ધરી હતી.

અરવલ્લીના શામળાજી પોલીસે 16.74 લાખનો દારૂ ઝડપ્યો

By

Published : Aug 1, 2019, 5:18 PM IST

PSI એસ.એચ શર્મા અને તેમની ટીમે મંગળવારે રાત્રીના સુમારે બાતમી આધારે વોચ ગોઠવી હતી. તે દરમિયાન રતનપુર ચેકપોસ્ટ નજીક વેણપુર ગામની સીમમાંથી પસાર થતી ટ્રકને અટકાવી તપાસ કરી હતી. ત્યારે ટ્રકમાંથી પ્લાસ્ટિકના દાણાના કોથળા પાછળ સંતાડેલા વિદેશી દારૂની 465 પેટી મળી આવી હતી. જેમાં વિદેશી દારૂની બોટલ નંગ-5580 કીં.રૂપિયા 1674000/ નો જથ્થો મળી આવ્યો હતો.

પોલીસે આરોપી નશરૂદિન શેરખાન અને સુખવીરપાલ ફુલચંદ ગઢેરીયાની ધરપકડ કરી ટ્રક, પ્લાસ્ટિક દાણા ભરેલા 500 કોથળા અને મોબાઈલ નંગ-3 મળી કુલ રૂપિયા ૩35,75500/- નો મુદ્દામાલ જપ્ત કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ABOUT THE AUTHOR

...view details