મોડાસા રૂરલ પોલીસે ઘટના સ્થળે પહોંચી પ્રાથમિક તપાસ હાથધરી અજાણ્યા ચોર ઈસમ સામે ગુનો નોંધ્યો હતો. પ્રારંભિક તપાસમાં કોઈ જાણભેદુ વ્યક્તિ લૂંટમાં સંડોવાયેલ હોવાની શંકાના આધારે દિલ્હી વેરી કંપનીમાં કામ કરતા ફિલ્ડ સુપરવાઈઝરની પૂછપરછ કરી હતી. પુછપરછ દરમિયાન કર્મચારીએ કબુલ્યુ કે, રૂપિયા વપરાઈ જતા તેને લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો.
મોડાસાની મેઘરજ રોડ પર આવેલા પાર્શ્વનાથ આર્કેડમાં ઓનલાઈન પ્રોડક્ટ ડિલિવરીનું કામકાજ કરતી “દિલ્હીવેરી પ્રાઈવેટ લિમિટેડ” કુરિયર નામની કંપનીમાં કામકાજ કરતા સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના સરવણા ગામનો મહિપાલસિંહ નટવરસિંહ વાઘેલા ફિલ્ડ સુપરવાઈઝર તરીકે કામ કરતો હતો.
મોડાસાની 'દિલ્હી વેરી' કુરિયરની ઓફિસમાં લૂંટ, મુદ્દામાલ સાથે કર્મચારી ઝડપાયો - Modasa Rural Police
અરવલ્લી: જિલ્લાના મોડાસા શહેરના મેઘરજ રોડ પર આવેલા પાર્શ્વનાથ આર્કેડ કોમ્પ્લેક્ષમાં આવેલી 'દિલ્હીવેરી પ્રાઇવેટ લિમિટેડ' કુરિયર ઓફિસમાં ચોરીની ઘટનામાં પોલીસે ઓફીસના જ કર્મચારીની ચોરીના મુદ્દામાલ સાથે કર્મચારીની ધરપકડ કરી ચોરીનો ભેદ ઉકેલ્યો હતો.
મોડાસાની “દિલ્હી વેરી” કુરિયરની ઓફિસમાં લૂંટ
કંપનીના રૂપિયા વપરાઇ જતા પોતાની જ ઓફીસના રૂપિયા પર દાનત બગડી હતી. ચોરીનો પ્લાન ઘડી નાખ્યા બાદ રવિવારે રાત્રે બાઈક પર કુરિયરની ઓફિસે પહોંચી શટર જેક અને લોખંડની ટોમી વડે ઉંચુ કરી તિજોરીમાં રાખેલા રોકડા રૂપિયા.1,14,753 ચોરી કર્યા હતા અને સાથેસાથે પુરાવાનો નાશ કરવા ઓફિસમાં લગાવેલ CCTV કેમેરાનું DVR પણ સાથે લઈ ગયો ગયો હતો. લૂંટમાં વપરાયેલ સાધનો, બાઈક અને લૂંટ સહીત 1.49 લાખનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી છે.