ગુજરાત

gujarat

ETV Bharat / state

ધનસુરામાં લોકડાઉનની અમલવારી માટે તૈનાત નિવૃત આર્મી જવાન પર ત્રણ ઇસમો તૂટી પડ્યા

જિલ્લાના ધનસુરા ચાર રસ્તા પર નિવૃત લશ્કરી જવાન પંકજભાઈ જેશીંગભાઈ પટેલે, નગરના સત્યમ કોમ્પલેક્સ આગળથી પસાર થઈ રહેલી કારને રોકી સ્થાનિક કાર ચાલકને માસ્ક પહેરવા બાબતે અને બિનજરૂરી અવર જવર ન કરવા માટે ટકોર કરતા, કારચાલક રોષે ભરાયો હતો . સામાન્ય બોલાચાલી પછી મામલાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. ત્યારબાદ કેટલાક સ્થાનિક લોકો આવી જતા નિવૃત સૈનિક અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ સર્જાયુ હતું .

ધનસુરામાં લોકડાઉનની અમલવારી માટે તૈનાત નિવૃત આર્મી જવાન પર ત્રણ ઇસમો તુટી પડ્યા
ધનસુરામાં લોકડાઉનની અમલવારી માટે તૈનાત નિવૃત આર્મી જવાન પર ત્રણ ઇસમો તુટી પડ્યા

By

Published : Apr 18, 2020, 3:45 PM IST

Updated : Jun 4, 2020, 3:13 PM IST

અરવલ્લીઃ જિલ્લામાં પોલીસતંત્રએ સરકારની ગાઈડલાઈન મુજબ 79 પૂર્વ સૈનિકોને લોકડાઉનની અમલવારી માટે તૈનાત કર્યા છે. ત્યારે જિલ્લાના ધનસુરા ચાર રસ્તા પર નિવૃત લશ્કરી જવાન પંકજભાઈ જેશીંગભાઈ પટેલએ, નગરના સત્યમ કોમ્પલેક્સ આગળથી પસાર થઈ રહેલી કારને રોકી સ્થાનિક કાર ચાલકને માસ્ક પહેરવા બાબતે અને બિનજરૂરી અવર જવર ન કરવા માટે ટકોર કરતા, કારચાલક રોષે ભરાયો હતો . સામાન્ય બોલાચાલી પછી મામલાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. ત્યારબાદ કેટલાક સ્થાનિક લોકો આવી જતા નિવૃત સૈનિક અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ સર્જાયુ હતું .

કારચાલક તેમજ તેમાં સવાર અન્ય વ્યક્તિઓએ, અપમાનિત શબ્દો બોલી ફેંટ પકડી જવાન પાસેની લાકડી લઈ તેને ડાબા પગે સાથળના ભાગ ઉપર ફટકારી દીધી હતી.

ઘટનાની જાણ થતાં જિલ્લા પોલીસવડા મયુર પાટીલ ઘટના સ્થળે પહોંચ્યા હતા. આ અંગે ધનસુરા પોલીસ મથકમાં અવધેશકુમાર સુરેશચંદ્ર પટેલ, મીત વસંતભાઈ ચૌધરી અને તેઓની મદદગારી કરનાર રાજેશભાઈ કાન્તીભાઈ પટેલ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Last Updated : Jun 4, 2020, 3:13 PM IST

ABOUT THE AUTHOR

...view details