ગુજરાત

gujarat

ETV Bharat / state

મોડાસામાં એક ખેતરમાંથી વન વિભાગે 7 ફુટના અજગરનું કર્યું રેસ્ક્યૂ - ETV Bharat News

અરવલ્લી જિલ્લાના મોડાસામાં એક ખેતરમાં અજગર જોવા મળતા ખેતરમાં કામ કરતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો. અજગર અંગેની જાણ વન વિભાગને કરવામાં આવી હતી, જેથી વન વિભાગે અજગરનું રેસ્ક્યૂ કરી જંગલમાં છોડી મુક્યો હતો.

મોડાસમાં એક ખેતરમાંથી વન વિભાગે 7 ફુટના અજગરનું કર્યું રેસ્ક્યૂ
મોડાસમાં એક ખેતરમાંથી વન વિભાગે 7 ફુટના અજગરનું કર્યું રેસ્ક્યૂ

By

Published : Nov 5, 2020, 3:13 AM IST

  • મોડાસાના કૃષ્ણપૂરાકંપા ગામ માંથી અજગરનું કરાયું રેસ્ક્યૂ
  • અજગરની લંબાઈ આશરે 7 ફૂટ આસપાસ હતી
  • વન વિભાગે રેસ્ક્યૂ કરી અજગરને જંગલમાં છોડ્યો

અરવલ્લીઃ જિલ્લાના મોડાસા તાલુકાના કૃષ્ણપૂરાકંપા ગામમાં એક ખેતરમાં અજગર જોવા મળતાં લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. આ અંગે તાલુકાના વન વિભાગને જાણ કરવામાં આવતા વન વિભાગના પ્રદીપ અને વાઈલ્ડ લાઈફ એન્ડ નેચર કન્ઝર્વેશન ટ્રસ્ટ રવિ રાઠોડ, મૌલીક પરમાર દ્વારા અજગરને સુરક્ષિત પકડવામાં આવ્યો હતો.

આ અજગર અંગ્રેજીમાં “ઇન્ડિયન રોક પાયથોન” તરીકે ઓળખાય છે

આ અજગરની લંબાઈ આશરે 7 ફૂટ આસપાસ હતી. આ અજગર અંગ્રેજીમાં “ઇન્ડિયન રોક પાયથોન” તરીકે ઓળખાય છે. આનું શાસ્ત્રીય નામ (પાયથોન મોલુરસ)છે. વન વિભાગના અધિકારીઓના જણાવ્યાં અનુસાર આ અજગર બિલકુલ બિનઝેરી હોય છે. વન વિભગે અજગરનું રેસ્ક્યૂં કરી જંગલમાં છોડી મુક્યો હતો.

ABOUT THE AUTHOR

...view details