ચા પિવાના પૈસા માંગનાર ચાની કિટલી ચલાવનારા વ્યક્તિ પર એક શખ્સે ગરમ ચા ઢોળવાની ઘટના અરવલ્લીના મોડાસામાં બની છે. ચાની કિટલી ચલાવનાર વ્યક્તિના જણાવ્યા મુજબ ગત મોડી રાત્રે મોડાસાના માલપુર રોડ પર તાલુકા પંચાયતની સામે આવેલી ચાની કિટલી પર એક શખ્સ ચા પીવા માટે આવ્યો હતો. ચા પીધા બાદ જ્યારે માલિકે ચાના પૈસા માંગતા અપશબ્દો બોલ્યા હતા. સામાન્ય વાતના મામલે બિચક્યો અને માથાભારે શખ્સે ચા બનાવનાર વ્યક્તિ પર ગેસ પર મુકેલી ચા ભરેલી તપેલી ઠાલવી દીધી હતી.
મોડાસામાં ચા માટે પૈસા માંગતા થઇ બબાલ - tea kettle
અરવલ્લી: મોડાસામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ દિનપ્રતિદિન કથળી રહી છે. ચૂંટણી સમયે પણ લુખ્ખા તત્વો આંતક મચાવી રહ્યાં છે, ત્યારે 5 એપ્રિલની રાત્રે માત્ર પાંચ રૂપિયા ચાના પૈસા માંગતા મારામારીની ઘટના બની હતી. એટલું જ નહીં લુખ્ખા તત્વોએ ગરમમાં ગરમ ચા કામદાર પર ઢોળી દીધી હતી.
સ્પોટ ફોટો
ગરમા-ગરમ ચા નાખતા જ ચા બનાવનાર વ્યક્તિ દાઝી જતાં મોડાસા સાર્વજનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ ઇજાગ્રસ્ત વ્યક્તિના શરીરે ગરમ ચા પડતા ગરદન સહિતના ભાગમાં ગંભીર ઇજાઓ થવા પામી છે. જોકે પોલીસે આ મામલે સંજ્ઞાન લીધું નથી, ત્યારે આ સમગ્ર મામલે આવા શખ્સો પર ક્યારે કાર્યવાહી થશે તે એક સવાલ ઉઠી રહ્યો છે.