અરવલ્લીઃ આંતરાષ્ટ્રીય ક્રુડ ઓઇલના ભાવ સતત ઘટી રહ્યા છે. ત્યારે ભારતમાં ડીઝલ-પેટ્રોલના ભાવ સતત વધી રહ્યા છે. જેને લઇને અરવલ્લી જિલ્લાના કોંગ્રેસ નેતા અને કાર્યકરોએ કેન્દ્ર અને રાજ્ય સરકાર વિરુદ્ધ મોડાસામાં સૂત્રોચ્ચાર કર્યા હતા.
પેટ્રોલ-ડીઝલના ભાવમાં થઇ રહેલો વધારો રોકવાની માગ
- આંતરાષ્ટ્રીય સ્તરે ક્રુડ ઓઇલના ભાવમાં ઘટાડો
- ભારતમાં ડીઝલ અને પેટ્રોલના ભાવમાં સતત થઇ રહ્યો છે વધારો
- અનલોક-1 પછી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો
- પેટ્રોલ-ડીઝલના વધતા ભાવને લઇ રાજ્ય સરકાર વિરુદ્ધ સુત્રોચાર
- ડીઝલ અને પેટ્રોલનો ભાવ વધારો પાછો ખેંચવાની અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિની માંગ
- અરવલ્લી જિલ્લા કોંગ્રેસ નેતાઓએ ડીઝલ-પેટ્રોલના વધતા ભાવને લઇ સૂત્રોચ્ચાર કર્યા
પેટ્રોલ-ડીઝલના વધતા ભાવને લઇને અરવલ્લી કોંગ્રેસ નેતાઓ દ્વારા વિરોદ્ધ પ્રદર્શન
આંતરાષ્ટ્રીય ક્રુડ ઓઇલના ભાવ સાવ તળીયે હોવા છતાં છેલ્લા કેટલાક દિવસથી પેટ્રોલ-ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે. અનલોક-1 પછી પેટ્રોલ-ડીઝલના ભાવમાં રૂપિયા 10ની આસપાસ વધારો થયો છે. વધી રહેલા ભાવ પર રોક લગવવા અરવલ્લી જિલ્લા કોંગ્રેસના નેતા અને કાર્યકરોએ મોડાસાના 4 રસ્તા પર દેખાવો કર્યો હતો. કોંગ્રેસના કાર્યકરોએ કેન્દ્ર અને રાજ્ય સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી ભાવ વધારો પાછો ખેંચવાની માગ કરી હતી.
અરવલ્લી જિલ્લાના મોડાસાના ધારાસભ્ય રાજેન્દ્ર સિંહ ઠાકોર જણાવ્યુ હતું કે, કેન્દ્ર અને રાજ્ય સરકારે પેટ્રોલ-ડિઝલ પર અસહ્ય ભાવ વધારો કર્યો છે. જેનાથી ગરીબ અને મધ્યમ વર્ગને મુશ્કેલી પડી રહી છે. જેથી સરકારે સતવરે ભાવ વધારો પાછો ખેંચવો જોઇએ.