ગુજરાત

gujarat

ETV Bharat / state

અરવલ્લી LCB પોલીસે જીપમાંથી 1.15નો વિદેશી દારૂ કર્યો જપ્ત - Police

મોડાસાઃ અરવલ્લી જિલ્લામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ પકડાવાનો સિલસિલો યથાવત રહ્યો છે. ત્યારે હાલમાં અરવલ્લી જિલ્લા LCB પોલીસની ટીમે મોડાસાના ટીંટોઈ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન સફેદ કલરની મહિન્દ્રા મેક્સ જીપમાં 1.15નો વિદેશી દારૂ જપ્ત કર્યો હતો.

સ્પોટ ફોટો

By

Published : May 30, 2019, 3:09 AM IST

અરવલ્લી જિલ્લા LCB પોલીસની ટીમને સફેદ કલરની મહિન્દ્રા મેક્સ જીપમાં વિદેશી દારૂ ભરી પસાર થવાની હોવાની બાતમી મળી હતી. જેના જિલ્લા LCB પોલીસે ટીંટોઈ ગામ નજીક હાઈવે પર સઘન નાકાબંધી કરતા બુટલેગર દારૂ ભરેલી જીપ રોડની સાઇડ પર બિનવારસી મૂકી નાસી છૂટ્યો હતો. પોલીસે જીપની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂની બોટલ નંગ-192 કિંમત રૂપિયા.1,15,200/- નો મુદ્દામાલ મળી આવ્યો હતો.

મહિન્દ્રા મેક્સ જીપમાં 1.15નો વિદેશી દારૂ જપ્ત

પોલીસે બિનવારસી મહિન્દ્રા મેક્સ જીપ કિંમત રૂપિયા 2,50,000/- મળી કુલ રૂપિયા 3,65,200/- નો મુદ્દામાલ જપ્ત કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details