શામળાજી પોલીસે ૧૯.૫૮ લાખના વિદેશી દારૂ સાથે 2ની કરી ધરપકડ - પોલીસે
અરવલ્લી: શામળાજી પોલીસ વેણપુર ગામ નજીક આવેલ આર.ટી.ઓ ચેકપોસ્ટ પાસે બાતમીના આધારે વોચ ગોઠવી હતી. આ દરમ્યાન રાજસ્થાન તરફથી આવતા ટ્રક-કન્ટેનરની તલાશી લેતા તેમાંથી ૧૯.૫૮ લાખ રૂપિયાનો વિદેશી દારૂ મળી આવ્યો હતો.
Aravalli
પોલીસે ટ્રક-કન્ટેનરમાંથી ઇંગ્લીશ દારૂના કવોટરની પેટીઓ નંગ ૮૧૬ કુલ કવોટર નંગ- ૩૯૧૬૮ કિ.રૂ ૧૯,૫૮,૪૦૦/- નો વિદેશી દારૂ જપ્ત કર્યો હતો અને રાજસ્થાનના રહેવાશી ટ્રક-કન્ટેનર ચાલક મહેબુબખાન કમરૂદિન અને હરીયાણાના સોનુ ઇન્દ્રપાલ જાટની ધરપકડ કરી હતી. દારૂ ઉપરાંત પોલીસે મોબાઈલ નંગ-૨ અને ટ્રક સાથે કુલ રૂ.૨૯,૫૯,૯૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરી પ્રોહીબીશનના ગુના હેઠળ કાર્યવાહી કરી હતી.