ગુજરાત

gujarat

ETV Bharat / state

શામળાજી પોલીસે રૂપિયા ૪.૩૨ લાખનો વિદેશી ઝડપ્યો,બે આરોપીની કરી ધરપકડ

અરવલ્લી: શામળાજી પોલીસે બાતમીના આધારે રતનપુર ચેકપોસ્ટ નજીક અણસોલા ગામ નજીક વોચ ગોઠવી હતી. આ દરમિયાન રાજસ્થાન તરફથી આવતી આઈશર ટ્રક શંકાસ્પદ જણાતા તેની તલશી લેવામાં આવી હતી. જેમાં ઈલાઈચીના ફોતરાના કટ્ટાની આડમાં રૂપિયા ૪.૩૨ લાખનો વિદેશી દારૂ સંતાડવામાં આવ્યો હતો.પોલીસે દારૂ સાથે બે ઇસમોને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

શામળાજી પોલીસે રૂપિયા ૪.૩૨ લાખનો વિદેશી ઝડપ્યો,બે આરોપીની કરી ધરપકડ

By

Published : Oct 14, 2019, 5:26 PM IST


શામળાજી પોલીસે આઈશર ટ્રકમાં વિદેશી દારૂની પેટી નંગ-૯૦ અને કુલ બોટલ નંગ-૧૦૮૦ સાથે કુલ રૂપિયા ૪૩૨૦૦૦ તથા ટ્રક સહીત કુલ મુદ્દામાલ રૂપિયા ૧૩૩૩૦૦૦નો જથ્થો જપ્ત કરી ટ્રક-ડ્રાઈવર અને કલીનરને ઝડપી લીધા હતા.પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

શામળાજી પોલીસે રૂપિયા ૪.૩૨ લાખનો વિદેશી ઝડપ્યો,બે આરોપીની કરી ધરપકડ

ABOUT THE AUTHOR

...view details