અરવલ્લી : સામાન્ય રીતે કોઇપણ પક્ષના કાર્યકર્તાઓ માટે પાર્ટીના મોટા નેતા સાથે ફોટો પડાવવાનો એક ઉત્સાહ હોય છે. આ ઉત્સાહને હાલના વડાપ્રધાન મોદીએ આવકારી ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે સેલ્ફીનો ટ્રેન્ડ શરૂ કર્યો હતો. જો કે, વડાપ્રધાન મોદી સાથે સેલ્ફીને અમર બનવાવા માટે તેને ડેવલપ કરી ફ્રેમમાં મઢાવી પડે છે. પરંતુ સી.આર. પાટીલે એક કદમ આગળ કાર્યકર્તાઓને આ બધી ઝંઝટમાંથી મુક્તિ આપી છે.
સી.આર.પાટીલે ફોટોફ્રેમ ટ્રેન્ડ શરૂ કર્યું
કોઇ નેતા જ્યારે પક્ષનો મોટો હોદ્દો ગ્રહણ કરે છે, ત્યારે પુરોગામી કરતા કઇંક વિશેષ છે તેવું પ્રદર્શિત કરવા નવી શરૂઆત કરે છે. ભાજપના નવ નિયુક્ત પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે પણ આવો જ એક ટ્રેન્ડ શરૂ કર્યો છે.
સી.આર.પાટીલે શરૂ કરી ફોટોફ્રેમ ટ્રેન્ડ
જ્યારે કાર્યકર્તાઓ અભિવાદન કરવા સ્ટેજ પર આવે ત્યારે તેના લાઇવ ફૂટેજ બહાર બેઠલા ફોટો ડેવલપરના કોમ્પ્યુટરમાં સેવ થઇ જાય અને ત્યારબાદ જેનો ફોટો હોય તે આવી પોતાનો ફોટો ફ્રેમ સાથે પ્રદેશ પ્રમુખ તરફથી મળેલી ભેટ સ્વરૂપે નિ:શુલ્ક લઇ શકે છે.