- અરવલ્લીની સ્કૂલ આવી વિવાદમાં
- આચાર્યએ બાકી ફી વાળા વિદ્યાર્થીઓને પરિક્ષાના પેપર ન આપ્યા
- વાલીઓએ કલેક્ટરને પાઠવ્યું આવેદન
અરવલ્લીઃ સમગ્ર રાજ્યમાં પ્રાથમીક ધોરણના વિદ્યાર્થીઓની પરીક્ષા 15 માર્ચના રોજ શરૂ કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓએ શાળામાં જઇને પ્રથમ સત્રની પરીક્ષાનાં પેપર લઇ ઘરે પેપર લખી પરત આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે, મોડાસાની મખદુમ હાઇસ્કૂલના કેટલાક વિદ્યાર્થીઓના વાલીઓ, લોકડાઉનના પગલે બેરોજગાર બન્યા હોવાથી ફી ભરી શક્યા નથી. જેના પગલે શાળાના આચાર્યએ 15 માર્ચના રોજ વિદ્યાર્થીઓને પરીક્ષાના પેપર આપયા નહોતા. આ મામલે વિદ્યાર્થીના વાલી અને શાળાના આચાર્ય વચ્ચેની ટેલિફોનિક વાતચીતનો ઓડિયો પણ વાયરલ થયો હતો. આ અંગે વાલીઓએ અરવલ્લી કલેક્ટરને આવેદનપત્ર પાઠવી આચાર્ય વિરુદ્વ શિક્ષાત્મક પગલા લેવાની માગ કરી હતી.
આ પણ વાંચોઃ સુરતના વિદ્યાર્થી અને વાલીમંડળો દ્વારા 15 માર્ચના રોજ ધરણા