મોડાસા: અરવલ્લી જિલ્લામાં અકસ્માતની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. જેમાં મંગળવારના રોજ વધું એક ઘટના બની છે. મોડાસા-શામળાજી હાઈવે પર જઈ રહેલા . પોસ્ટ ઓફિસર અને પોલીસકર્મીનું એક્સિડન્ટ થયું હતું. પોલીસને ઘટનાની જાણ મળતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી, ઘટના સ્થળે દોડી આવેલા લોકો ઇજાગ્રસ્ત પોલીસ જવાનને દવાખાને ખસેડ્યો હતો.
મોડાસામાં અકસ્માત થતા પોસ્ટકર્મીએ જીવ ગુમાવ્યો, અન્ય એક ઈજાગ્રસ્ત
મોડાસા-શામળાજી હાઈવે પર ટીંટોઈ નજીક ટ્રકે બાઈકને ટક્કર મારતા શામળાજી પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવતા કર્મચારીનું ઘટનાસ્થળે કરૂણ મોત નિપજ્યુ હતું, જ્યારે તેની પાછળ બેઠેલા પોલીસકર્મી ઈજાગ્રસ્ત થયા હતા.
મોડાસા રૂરલ પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. જિલ્લાના મોડાસાના બોલુન્દ્રા ગામના અને શામળાજી પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવતા પ્રહલાદ ભાઈ વાળંદ સવારે શામળાજી બાઈક પર નોકરી જવા નીકળ્યા હતા. આ દરમ્યાન રસ્તામાં શામળાજી-ગોધરા હાઈવે પર ટીંટોઈ નજીક બાઈકને ટ્રકે ધડાકાભેર ટક્કર મારતા બાઈક સવાર પ્રહલાદ ભાઈ અને તેમની પાછળ બેઠેલા શામળાજી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો પોલીસકર્મી રોડ પર પટકાયા હતા.
પ્રહલાદ ભાઈના માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા તેમના ઘટનાસ્થળે જ પ્રાણ પંખેરૂ ઉડી ગયા હતું. જ્યારે પોલીસકર્મી ઈજાગ્રસ્ત થયો હતો. અકસ્માતના પગલે દોડી આવેલા લોકોએ પોલીસ કર્મીને સારવાર અર્થે દવાખાને ખસેડ્યો હતો . ઘટના સ્થળે પહોંચેલી પોલીસે મૃતદેહને પી.એમ માટે મોડાસા સરકારી દવાખાને ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.