- કોરોના વેક્સિનેશનના બીજા તબક્કાનો રવિવારથી થયો પ્રારંભ
- અરવલ્લીમાં ઉચ્ચ અધિકારીઓએ કોરોનાની રસી લીધી
- અરવલ્લી જિલ્લામાં અત્યાર સુધીમાં 5500 ઉપરાંત કોરોના હેલ્થ કેર વર્કર્સને કોરોના રસી અપાઈ
અરવલ્લીઃ જિલ્લાના મોડાસાના પી.એચ.સી સેન્ટર ખાતે રવિવારના રોજ કોરોના વોરીયર્સને કોરોનાની રસી આપવામાં આવી હતી. જેમાં જિલ્લા કલેક્ટર અમૃતેશ ઔરંગાબાદકર, ડી.ડી.ઓ ડો. અનીલ ધામેલીયા, જિલ્લા પોલીસ વડા સંજય ખરાતે કોરોનાની રસી લીધી હતી. ત્રણેય અધિકારીઓ કોરોના રસી લીધા બાદ સુરક્ષીત છે. તેવો અભિપ્રાય આપી લોકોને અફવાઓથી દુર રહી જ્યારે પણ વારો આવે ત્યારે રસી અચુક લેવી જોઇએ તેવુ આહવાન કર્યુ હતું. નોંધનીય છે કે, અત્યાર સુધી અરવલ્લી જિલ્લામાં 5500 ઉપરાંત કોરોના હેલ્થ કેર વર્કર્સને કોરોના રસી આપી દેવામાં આવી છે, જેમાં કોઇને આડઅસર થઇ હોય તેવી માહિતી પ્રાપ્ત થઇ નથી.
વેક્સિનેશન દરમિયાન રસી લેવાની કલેકટરે કરી અપીલ
રસી લીધા બાદ કલેકટર અમૃતેશ ઔરંગાબાદકરે જણાવ્યું હતું કે, વેક્સિન સુરક્ષીત છે, તેની આડઅસર નથી અને તેઓ સંપૂર્ણ રીતે તંદુરસ્ત અનુભવી રહ્યા છે. રસીથી ડરવાની કે ગભરાવવાની કોઈપણ જરૂર નથી. સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરવાના નિયમોનું પાલન કરવું. આ ઉપરાંત બધાએ વેક્સિનેશન દરમિયાન રસી લેવાની અપીલ પણ કરી હતી.