ગુજરાત

gujarat

ETV Bharat / state

અરવલ્લીના ભિલોડામાં BSF જવાન પર નવ ઇસમોએ કર્યો ખૂની હુમલો - હુમલો

જિલ્લાના ભિલોડા તાલુકાના મલેકપુર ગામમાં ૯ ઇસમોએ અગાઉ થયેલી સામાજિક અદાવતમાં બસસ્ટેન્ડથી થોડે દૂર ગેરકાયદેસર મંડળી રચી BSF જવાન અને તેના બે મિત્રો પર કુહાડી અને લોખંડના પાઇપ, લાકડીઓ વડે ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. જેને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડેલ છે.

BSF જવાન પર નવ ઇસમોએ કર્યો ખૂની હુમલો
BSF જવાન પર નવ ઇસમોએ કર્યો ખૂની હુમલો

By

Published : Feb 8, 2020, 5:24 PM IST

અરવલ્લી : ભિલોડાના મલેકપુર ગામમાં 9 ઇસમોએ સામાજિક અદાવતને લઇ જવાન અને તેના મિત્ર પર તિક્ષ્ણ હથીયાર વડે હુમલો કર્યો હતો. જેમાં જવાન અને તેના મિત્રને ગંભીર ઇજા પહોંચી હતી, ત્યારબાદ તેને હોસ્પટિલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં સારવાર દરમિયાન આર્મી જવાનના માથાના ભાગ પર લાગેલા ઘા થી કોમામાં સરી પડ્યા હતાં. જેના પગલે જવાનને વધુ સારવાર અર્થે અમદાવાની ખાનગી હોસ્પિટલ ખાતે વધુ સારવાર અર્થે ખસેડાયા હતા. જોકે હાલ આર્મી જવાનની સ્થિતિ સ્થિર હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે .

BSF જવાન પર નવ ઇસમોએ કર્યો ખૂની હુમલો
આ સમગ્ર હુમલાના પગલે મલેકપુર ગામમાં ભારે તંગદિલી સર્જાઈ હતી. ભિલોડા પોલીસે મલેકપુર ગામમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે.

ABOUT THE AUTHOR

...view details