અરવલ્લી જિલ્લામાં સતત 2 દિવસથી મેઘ મહેર યથાવત જોવા મળી રહી છે. જિલ્લાના માલપુર, મોડાસા, મેઘરજ, ભિલોડા સહિત બાયડ તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે. અરવલ્લી જિલ્લામાં ચોમાસાની ઋતુની ધમાકેદાર વિધિવત પ્રારંભ થવાની સાથે અંતરિયાળ વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ પણ ઉભી થઇ છે. મેઘરજમાં ૩ ઇંચ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.
અરવલ્લીના ડેમોમાં નવા નીરની પધરામણી, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
અરવલ્લીઃ જિલ્લાના મેઘરજમાં 3 ઇંચ વરસાદ થતા નીચાણવાડા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, અન્ય તાલુકાઓમાં પણ ધીમી ધારે વરસાદ યથાવત રહ્યો હતો.
અરવલ્લીના ડેમોમાં નવા નીરની પધરામણી
જિલ્લામાં વરસાદને કારણે માઝૂમ, મેશ્વો અને વાત્રક જળાશયોમાં પાણીની ધીરે ધીરે આવક શરૂ થવા લાગી છે. છેલ્લા 24 કલાકમાં જિલ્લાના મેઘરજ તાલુકામાં સૌથી વધારે 96 મીમી જેટલો વરસાદ નોંધાયો હતો, તો માલપુર 91 મીની, મોડાસા 23 મીમી, બાયડ 19 મીમી, ભિલોડા 18 મીમી અને ધનસુરામાં 15 મીમી જેટલો વરસાદ નોંધાયો હતો. હાલ જિલ્લાના મોટા ભાગના વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વર્ષી રહ્યો છે.