ગુજરાત

gujarat

ETV Bharat / state

મોડાસાના સિંચાઈ વિભાગનું 25 કરોડ રૂપિયા પાણી બિલ બાકી!

અરવલ્લીઃ મોડાસા નગરપાલિકાએ છેલ્લા 20 કરતા વધારે વર્ષથી પાણીનું બિલ અરવલ્લી સિંચાઈ વિભાગમાં નિયમિત જમા ન કરાવતા બિલની રકમ 25 કરોડ રૂપિયા સુધી પહોંચી છે.

ARL

By

Published : Apr 30, 2019, 10:23 PM IST

પાલિકા દ્વારા દર વર્ષે વેરો ઉઘરાવવામાં આવે છે, જેમાં સામાન્ય પાણી વેરો અને ખાસ પાણી વેરાનો સમાવેશ છે. આમ નગરજનો પાસેથી પાણીના નામે બબ્બે વેરા વસુલ કરવા છતાં પાણીનું પાલિકા ભરી શકતી નથી. મોડાસાની 80 હજારની વસ્તીમાં 16 હજારની આસપાસ નળ કનેક્શન આપેલા છે. જેમાં મોટા ભાગના વિસ્તારોમાં નગરજનોને માઝમ જળાશયમાંથી પીવાનું પાણી પુરૂ પાડવામાં આવે છે. સિંચાઈ વિભાગ દર હજાર લિટરે 3.14 રૂપિયાના હિસાબે પાલિકાને પાણી પૂરૂ પાડે છે.

મોડાસા પાલિકાનું સિંચાઈ વિભાગમાં પાણીનું 25 કરોડ બિલ બાકી

વર્ષ 18-19 દરમિયાન સરેરાશ દર માસે 1,65,595 લિટર પાણી જળાશયમાંથી આપવામાં આવ્યું હતું. સિંચાઈ વિભાગ દર માસે પાલિકાને બિલ મોકલાવે છે, પરંતુ પાલિકા બિલ ચૂકવતી જ નથી. સિંચાઈ વિભાગના નાયબ ઈજનેરના જણાવ્યા અનુસાર 2016માં નવી બોડી શાસન સંભાળ્યું ત્યારથી એક રૂપિયો પણ પાલિકાએ ચુકવ્યો નથી.

પાલિકા બિલ માફ કરાવવા માટે હાઈકોર્ટ અને સુપ્રીમ સુધી લડત આપી છે પરંતુ બધી જગ્યાએથી નાણાં ચુકવવાનો આદેશ કરવામાં આવ્યો છે, ત્યારે આ નાણાં ખરેખર ચૂકવાશે કે આમ જ આમ સિંચાઈ વિભાગનું લેણું લંબાશે.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details