મોડાસા: કોરોનાની મહામારીમાં પોતાની ફરજ નિભાવી સમગ્ર શહેરમાં સફાઇ કરી સ્વચ્છતા રાખતાં તેમજ પાણી, ગટર, સ્ટ્રીટલાઈટ, સેનીટાઈઝેશન, ફાયર જેવી આવશ્યક સેવા પૂરી પાડતા, ઓછી આવક ધરાવતા મોડાસા નગરપાલિકાના 200 સફાઈ કામદારો, રોજમદારો, મજૂરોની કામગીરીને નગરપાલિકાના કર્મચારીઓને 23 કિલોની કરિયાણાની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
મોડાસા પાલિકાના ઓછું વેતન ધરાવતા 200 કર્મીઓને કરિયાણાની કીટનું વિતરણ - corona virus in arvalli
કોરોનાની મહામારીમાં પોતાની ફરજ નિભાવી શહેરમાં સફાઇ કરી સ્વચ્છતા રાખતાં તેમજ પાણી, ગટર, સ્ટ્રીટલાઈટ, સેનીટાઈઝેશન, ફાયર જેવી આવશ્યક સેવા પૂરી પાડતા, ઓછી આવક ધરાવતા મોડાસા નગરપાલિકાના 200 સફાઈ કામદારો , રોજમદારો, મજૂરોની કામગીરીને નગરપાલિકાના કર્મચારીઓને 23 કિલોની કરિયાણાની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું .
એક મહિના સુધી ચાલે એટલી રાશનની 23 કિલોની 200 જેટલી કીટ તૈયાર કરવામાં આવી હતી. નગરપાલિકા ચીફ ઓફિસર જીગ્નેશ બારોટે જણાવ્યું હતું કે રોજમદારને આપવામાં આવેલ કરિયાણા કીટ માટે કોઈપણ સરકારી ગ્રાન્ટ કે સ્વ-ભંડોળમાં ખર્ચ પાડવામાં આવ્યો નહોતો. આ કીટની સાધનસામગ્રી મેળવી જાતે જ કીટ તૈયાર કરી કર્મચારીઓમાં વિતરણ કરવામાં આવી હતી. જેથી કીટ પ્રાપ્ત કરનાર કર્મચારીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.