ગુજરાત

gujarat

ETV Bharat / state

મોડાસામાં મહિલાના હાથમાંથી મોબાઇલ લૂંટી ચોર ફરાર

મોડાસા: કોટાકડી ભાગોળ ટીંબા વિસ્તારમાં રહેતા નસીમબેન ઉસ્માનગની કામકાજ અર્થે નીકળ્યા હતા. જે દરમિયાન ભરચક રહેણાક વિસ્તાર એવા કડીયાવાડા રોડ થી સૂકા બજાર તરફ પસાર થતા હતા. ત્યારે અચાનક કોઇએ ઝડપ કરી મોબાઇલ હાથમાંથી ઝુંટવી લેતા મહિલાના હોશકોશ ઉડી ગયા હતા. મહિલા કઇ સમજે તે પહેલા તેને ધક્કો મારી તેના હાથમાંથી ખાનગી કંપનીનો 12 હજારનો સ્માર્ટ મોબાઈલ લઈ ચોર ફરાર થઈ ગયો હતો.

By

Published : May 3, 2019, 5:55 AM IST

પ્રતિકાત્તમ ફોટો

મહિલાએ બુમો પાડતા આજુબાજુ માંથી લોકો દોડી આવ્યા હતા.જોકે, ચોરલૂંટ કરી ફરારથઇ ગયો હતો.મોડાસા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા પહોંચતા મહિલાની ફરિયાદ લેવાના બદલે સાદા કાગળ પર અરજી લઈ રવાના કરી દીધી હતી.

મહિલા નોંધાવી પોલીસ ફરિયાદ

ABOUT THE AUTHOR

...view details