પવિત્ર શ્રાવણ માસ શરૂ થતાં જ શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠે છે. વિવિધ શિવાલયોમાં દર્શન કરવાનો લાહવો ભક્તો લઇ રહ્યા છે ત્યારે અરવલ્લી જિલ્લામાં એવું શિવાલય છે જ્યાં જળાભિષેક તો થાય છે પણ આ શિવાલય પારાનું છે તેથી પારો પણ ચઢાવવામાં આવે છે. સરડોઈ ગામના વતની અને પૂર્વ ડી.વા.એસ.પી ગુણવંત ગીરી ના ઘરે પારાના શિવલિંગ ની ખાસ પૂજા-અર્ચના કરવામાં આવે છે વર્ષો પહેલા તેમને એક સાધુએ આ પારાનું શિવલિંગ આપ્યું હતું ત્યારે તેનું વજન 10 કિલો આસપાસ હતું પણ દર સોમવારે શિવલિંગ પર પારો ચઢાવવાથી આજે તેનું વજન 15 કિલોની આસપાસ થયો હશે પારા ના શિવલિંગ ના દર્શન કરવાથી બાર જ્યોતિર્લિંગ તેમજ અમરનાથ યાત્રા ના દર્શન કરવાનું પુણ્ય મળતું હોવાનું ગુણવંત ગીરીએ જણાવ્યું હતું. તેમના ઘરે બનાવેલ મંદિરમાં પારાના શિવલિંગ સ્થાપિત કર્યું છે.
અરવલ્લી જિલ્લાના સરડોઈમાં પારાના શીવલીંગનો અનેરો મહિમા
અરવલ્લી: જિલ્લાના સરડોઈમાં પારા ના શીવલીગનો અનેરો મહિમા મોડાસા અરવલ્લી શ્રાવણ મહિનો આવતા જ શિવાલયોમાં ભક્તોની ભીડ જોવા મળતી હોય છે. ભગવાનના વિવિધ સ્વરૂપના દર્શન કરવાનો પણ અલગજ લાહવો હોય છે . અરવલ્લીમાં આવેલા પારા ના શિવલિંગ ના દર્શન પણ અનોખા છે
જેના દર્શન કરવા માટે દર્શનાર્થીઓ પણ આવે છે અને ધન્યતા અનુભવે છે . વર્ષો પહેલા આપેલા શિવલિંગ પારો જ ચડાવાય છે . પારા ની ભારતીય કિમત અંદાજીત કિલોના પાંચ હજાર રૂપિયાની આસપાસ થાય છે પણ આ પારો તેમને કોઈને કોઈ સાધુ ભેટ આપી જાય છે . શ્રાવણ મહિનાની શરૂઆત થઈ છે ત્યારે ત્યારે શિવલયો નું હર હર મહાદેવ ના નાદ થી ગૂંજી રહયા છે અને ભક્તો ભગવાનને બીલી ધંતુરો જેવા પુષ્પો અર્પણ કરી આરાધના કરી રહ્યા છે. ભગવાન શિવ તમામ ભક્તોની મનોકામના પૂર્ણ કરતા હોવાથી તેમના ભક્તો ભોળાનાથની શ્રાવણ મહિના ની આરાધના ખાસ કરી રહ્યા છે. બાઈટ ગુણવંત ગિરિ ગોસ્વામી મંદીર ના સેવક અને પૂર્વ ડી.વાય.એસ.પી બાઈટ રીંકું બેન શ્રદ્ધાળુ બાઈટ ચિરાગભાઈ શ્રદ્ધાળુ નોંધ : વિઝયુલમાં જ્યારે શંખ વગાડે ત્યારે શખનો આવાઝ એડ કરવા વિનંતી