વન વિભાગના અધિકારીઓએ મોરના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા છે. હાલ મોર કયા કારણોસર મૃત્યુ પામ્યા છે, તે જાણી શકાયું નથી. જો કે, ખેતરમાં નાખેલી દવાના કારણે મોત થયા હોય તેવું માનવામાં આવી રહ્યું છે.
અરવલ્લીમાં વધુ 5 મોર અને 2 ઢેલના મોત, તંત્રમાં દોડધામ - peacock
અરવલ્લીઃ જિલ્લાના મેઘરજ તાલુકાના વૈયા ગામેથી રાષ્ટ્રીય પક્ષી મોર 5 અને 2 ઢેલના મૃતદેહો તેમજ અન્ય 2 ઢેલ બીમાર હાલતમાં મળી આવ્યા હતા.
પ્રાપ્ત માહિતી મુજબ, અરવલ્લીનું મેઘરજ જંગલ વિસ્તાર આવેલું છે, જ્યાં મોટા પ્રમાણમાં મોર વસવાટ કરે છે. આ મોર આસપાસમાં આવેલા ખેતરમાં પણ જોવા મળે છે. વૈયા ગામેથી રાષ્ટ્રીય પક્ષી મોર 5 અને 2 ઢેલના મૃતદેહો અને 2 ઢેલ બીમાર હાલતમાં મળી આવતા વન વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી.
હાલ ચોમાસાના કારણે ખેડુતો વાવણી કરી હોય તેમાં દવાનો છંટકાવ પણ કરેલ હોય છે ત્યારે મોર ચણની સાથે દવા પણ આરોગી ગયા હોય તેવુ અનુમાન લગાવામાં આવી રહ્યુ છે. રાષ્ટ્રીય પક્ષીના મોતની ઘટના બહાર આવતા હવે વન વિભાગ પણ ગંભીરતા દાખવી વાઈલ્ડ લાઈફ એક્ટ 1972 મુજબ વધુ તપાસ આદરી હતી.