- ખેતી માટે ખેડૂતોએ કસી કમર
- સિંચાઇ માટે જાતે બનાવ્યું તળાવ
- અનેક રજૂઆત છતાં ન હતી મળી મદદ
અરવલ્લી: ઉનાળાની શરૂઆત થતા જ સિંચાઇના પાણીની મોટાભાગના જિલ્લાઓમાં અછત સર્જાય છે. જો કે અરવલ્લી જિલ્લાના મેઘરજમાં તો શિયાળામાં પણ સિંચાઇ માટે પાણી મળતું નથી. આ સમસ્યા સામે ઝઝુમી રહેલા ખેડૂતોએ હવે તંત્રની આશાએ બેસી રહેવાના બદલે જાતે તેનો ઉપાય શોધી લીધો છે. મેઘરજ તાલુકાના શાંતિપુરા કંપામાં પીવાના પાણીથી લઇ ઉનાળું વાવેતરના પિયત માટે ચેતન વેલાણી તેમજ અન્ય ત્રણ ખેડૂતોએ પોતાના ખેતરમાં 40,000 સ્કેવર ફૂટ બાંધકામ તેમજ 30 ફૂટ ઊંડાઈ ધરાવતું એક કરોડ લીટર જેટલી સ્ટોરેજ કેપેસીટીવાળું તળાવ બનાવ્યું છે.
વધુ વાંચો:જૂનાગઢ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં કૃષિ જણસોની મબલખ આવક