- અંબાજીના બજારો ફરી ખુલ્યા
- અંબાજીમાં હતુ સ્વેચ્છીક લોકડાઉન
- કોરોના નેગેટિવ રિપોર્ટ હશે તેજ વેપારી દુકાન ખોલી બેસી શક્સે
અંબાજી : કોરોનાના વધી રહેલા સંક્રમણને ધ્યાનમાં રાખીને અંબાજીમાં સ્વૈચ્છીક લોકડાઉન રાખવામાં આવ્યું હતુ. શનિવારે ફરી એક વાર બજારો ખુલ્યા હતા. બજારો ખુલતાની સાથે તંત્ર દ્વારા નક્કી કરેલી ગાઇડલાઇન પ્રમાણે તમામ વેપારીઓએ કોરોના ટેસ્ટ કરાવવો ફરજીયાત છે અને જે વેપારી ને નેગેટિવ રિપોર્ટ હશે તેજ વેપારી દુકાન ખોલી બેસી શક્સે. જેનાથી કોરોનાનું સંક્રમણ રોકી શકાય.
ટેસ્ટ સેન્ટર પર લાગી લાઈનો
આ નિયમને લઈ અંબાજીના બજારો ફરી ખુલ્યા છે, વેપારીઓએ કોરોનાના રિપોર્ટ માટે કોરોના ટેસ્ટ સેન્ટર ઉપર લાઈન લગાવી હતી અને RTPCR ના ટેસ્ટ કરાવ્યા હતા જોકે હજી સુધી માં 50 ટકા જેટલા લોકો એ આ કોરોના ટેસ્ટ નથી કરાવ્યા છે.