મધ્યપ્રદેશમાં થયેલી હત્યાની અરવલ્લીમાં કેમ અસર...વાંચો આ અહેવાલમાં...
અરવલ્લી: મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લામાં શૌચક્રિયા માટે જતાં બાળકોની હત્યાની અસર જિલ્લામાં જોવા મળી હતી. વાલ્મિકી સંગઠન દ્વારા આરોપીઓને કડક સજા મળે તેવી માગ સાથે જિલ્લાના માલપુર નગરમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરીં હતી. હત્યા કરાયેલ બાળકો દલિત સમાજના હોય અને શૌચક્રિયા માટે જઈ રહ્યાં હતા, તે સમયે તેમની હત્યા થતાં સમગ્ર દલિત સમાજમાં રોષ ભભૂક્યો છે.
મધ્યપ્રદેશના સિરસૌદ નજીક ભાવખેડી ગામે શૌચાલય માટે જતાં વાલ્મિકી સમાજના બે બાળકોની હત્યા મામલે અરવલ્લી જિલ્લાના માલપુરમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. ગુજરાત વાલ્મિકી સંગઠનના પ્રમુખ લાલજી ભગત સહિત સમાજના આગેવાનો દ્વારા માલપુરમાં બન્ને બાળકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. બન્ને બાળકોની હત્યા મામલે વાલ્મિકી સમાજના આગેવાનો માલપુરમાં એકઠા થયા હતા અને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. વાલ્મિકી સંગઠનના પ્રમુખ લાલજી ભગતે આરોપીઓને ફાંસીની સજા આપવાની ઉગ્ર માગ કરી છે.