મોડાસાઃ જિલ્લામાં ગત વર્ષે સારા વરસાદ થયો હોવાથી બટાકાનું બમ્પર ઉત્પાદન થયું હતું, જેથી ખેડૂતોમાં ખુશી છવાઇ હતી. જો કે કોરોના વાઇરસના કહેરને અટકાવવા માટે લોકડાઉન જાહેર થતા ખેડૂતોની આશા નિષ્ફળ નીવડી હતી. છેલ્લા બે માસથી બટાકા પડી રહ્યા છે, ત્યારે ખેડૂતો કોલ્ડ સ્ટોરેજનું ભાડું તેમજ જાળવણી ખર્ચ ભોગવી રહ્યા છે.
લોકડાઉનના પગલે બટાકાની ખેતી કરતા ખેડૂતોને નુકસાન
બે મહિના કરતા વધારે ચાલેલા લોકડાઉનના કારણે મોટાભાગ વેપારીઓ તેમજ ધંધાદારીઓને આર્થિક નુકસાન થયું છે. ત્યારે બટાકાની ખેતી કરતા ખેડૂતોને પણ ફટકો પડયો છે. બજારમાં માગ ન હોવાના કારણે કોલ્ડ સ્ટોરેજમાં માલ પડી રહ્યો છે, અરવલ્લી જિલ્લામાં આવેલા મોટા ભાગના કોલ્ડ સ્ટોરેજમાં સિઝનનો 90 ટકા માલ પડ્યો છે, જેના કારણે ખેડૂતો ચિંતિંત થયા છે.
લોકડાઉનના પગલે બટાકાના ખેડૂતોને નુકસાન
અરવલ્લી જિલ્લાના 37 કોલ્ડ સ્ટોરેજમાં 39 લાખ 11 હજાર બટાકાના કટાનો સ્ટોક છે. જે હવે અનલોક-એકમાં મળેલ છૂટથી ધીમે-ધીમે બજારમાં વેચાણ માટે જઈ રહ્યો છે. પરંતું ઓછા ભાવે થઇ રહ્યો છે. કમોસમી વરસાદ કારણે ખેડૂતોને મગફળીમાં નુકસાન થયું હતું, હવે લોકડાઉનથી બટાકાના ભાવ ગગડતા જગતનો તાત નિરાશ થયો છે.