અખિલ ભારતીય કાનજી સંપ્રદાયના રાષ્ટ્રીય અધ્યક્ષ અને વરદાના ગાદીપતિ મહંત ભીમસિંહ ચૌહાણનું કાર અકસ્માતમાં કમકમાટી ભર્યું મોત નિપજ્યું છે. જ્યારે તેમની કાર ચલાવનાર અક્ષય રાજેશ ભાઈ શાહના માથાના ભાગે ઈજાઓ પહોંચતા સારવાર અર્થે દવાખાને ખસેડાયા હતા. આ સમાચાર મળતા મોટી સંખ્યામાં સંપ્રદાયના અગ્રણીઓ અને તેમના અનુયાયીઓ શામળાજી ખાતે દોડી આવ્યા હતા.
કાનજી સંપ્રદાયના રાષ્ટ્રીય અધ્યક્ષનું કાર અકસ્માતમાં મોત, અનુયાયીઓ આઘાતમાં સરી પડ્યા - car accideant
અરવલ્લીઃ અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઈવે પર શામળાજી નજીક કારનો ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કારમાં સવાર અખિલ ભારતીય કાનજી સંપ્રદાયના રાષ્ટ્રીય અધ્યક્ષ અને વરદા (રાજસ્થાન) ગાદીપતિ મહંત ભીમ સિંહ ચૌહાણને સારવાર અર્થે શામળાજી રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જો કે હોસ્પિટલ પહોંચે તે પહેલા મૃત્યુ થયું હતું.
કાનજી સંપ્રદાયના રાષ્ટ્રીય અધ્યક્ષનું કાર અકસ્માતમાં મોત, અનુયાયીઓ આઘાતમાં સરી પડ્યા
અચાનક મહંતની વિદાયથી સંપ્રદાયના અગ્રણીઓ, અનુયાયીઓ આઘાતમાં સરી પડ્યા હતા. પોલીસે ફરાર કારના ચાલક વિરુદ્ધ અકસ્માતે મોતનો ગુન્હો નોંધી ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા.