જીગ્નેશ મેવાણીએ મુખ્ય પ્રધાનને લખેલા પત્રમાં જણાવ્યું કે, DYSP ફાલ્ગુની પટેલે અનુસૂચિત જાતિના લોકોને જાહેરમાં અપમાનિત કરી માર માર્યો તેમજ ઉદ્વત વાણી અને વાણી વર્તન કર્યુ હતું, જેથી તેમને તાત્કાલિક અસરથી ફરજ મોકૂફ કરવામાં આવે તેમજ તેમના વિરૂદ્વ ઉચ્ચ સ્તરિય તપાસ સમિતિ નીમવામાં આવે.
જીગ્નેશ મેવાણીએ CMને પત્ર લખી DYSP ફાલ્ગુની પટેલને ફરજથી મોકૂફ કરવાની કરી માંગ - arvalli
અરવલ્લીઃ જિલ્લાના મોડાસા તાલુકાના ખંભીસર ગામમાં અનુસૂચિત જાતિના વ્યક્તિના વરઘોડા બાબતે થયેલી બબાલના મામલે વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ CM વિજય રૂપાણીને પત્ર લખી DYSP ફાલ્ગુની પટેલ વિરૂદ્વ પગલા લેવાની માંગ કરી છે.
અરવલ્લી
આ તપાસ સમિતિનો અહેવાલ દિન-7માં જાહેર કરી આગામી વિધાનસભામાં મુકવામાં આવે. આ ઉપરાંત, પોલીસ દ્વારા તેમની નિષ્ફળતા છુપાવવા માટે જે અનુસૂચિત જાતિના લોકો વિરૂદ્વ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે તે પાછી ખેચવામાં આવે.