મતોની સરસાઇ ઓછી હોવાની કારણે બે ખોટકાઇ ગયેલા EVMના વી.વી.પેટની ગણતરી કરવામાં આવી હતી. જેમા બન્નેને લગભગ સરખા મત મળતા પરિણામમાં ફેર પડ્યો ન હતો. પ્રથમ રાઉન્ડથી કોંગ્રેસના ઉમેદવાર જશુભાઈ પટેલે ભાજપના ઉમેદવાર ધવલસિંહ ઝાલા સામે લીડ મેળવતા પ્રથમ રાઉન્ડથી શરુ થયેલી લીડ ૨૩ રાઉન્ડ સુધી જળવાઈ રહેતા અંતે 764 મતથી વિજેતા જાહેર થતા કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરો ભારે ઉત્સાહીત થયા હતાં.
બાયડના કોંગી ઉમેદવારે જીત બાદ આપી પ્રતિક્રીયા - વિધાનસભાની પેટાચૂંટણી
અરવલ્લીઃ બાયડ વિધાનસભાની પેટાચૂંટણી માટે વાત્રક નજીક બાયડ સરકારી વિનયન કોલેજમાં મત ગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમા કોંગ્રસના ઉમેદવાર જશુભાઇ પટેલ 764 મતોથી વિજય થયા હતાં. જોકે છેલ્લી ક્ષણ સુધી ભારે ઉતેજના ભર્યો માહોલ હતો. 23 રાઉંડ ના અંતે કોંગ્રેસના ઉમેદવાર 764 મતોથી આગળ જાહેર કરાયા હતાં.
કોંગ્રસના ઉમેદવારે જીત બાદ આપી પ્ર્રતિક્રિયા
૧૫ રાઉન્ડ સુધી કોંગ્રેસની લીડ ૬૦૦૦ મતની આસપાસ રહેતા મત ગણતરી કેન્દ્ર પર કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતાં. બીજી બાજુ ભાજપના અગ્રણીઓ અને કાર્યકરોએ ભારે હૈયે મત ગણતરી કેન્દ્ર પરથી પરત ફર્યા હતાં.