અરવલ્લીઃ બાંઠીવાડા ગામ 11 મુવાડાનુ ગામ છે. વર્ષો પહેલા આ તહેવાર રાત્રે ઉજવાતો હતો, પરંતુ કાયદો અને વ્યસ્થાની દ્રષ્ટિ 2002 પછી આ ઉત્સવમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને, તે માટે સમાજના આગેવાનોએ હોળીના બીજા દિવસે ઉજવવાનું નક્કી કર્યું છે, ત્યારથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે 11થી 12 વાગ્યાના સમયે ધુળેટીના દિવસે હોળીનો ઉત્સવ મનાવે છે.
અરવલ્લીના મેઘરજમાં હોળીના દિવસે ધૂળેટી, જુઓ લઠ-રાસથી ઉજવણી
ભારતભરમાં દરેક જગ્યાએ અનોખી રીતે હોળીની ઉજવણી થતી હોય છે, પરંતુ અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના બાંઠીવાડા ગામમાં હોળીના દિવસે નહીં, પરંતુ ધુળેટીના દિવસે ઢોલ-નગારા સાથે 10,000 લોકો એકઠા થઈને હોળીની ઉજવણી કરે છે. તેઓ લઠ રાસ રમીને આ ઉજવણી કરે છે.
મેઘરજમાં હોળી ઉજવાય છે ધુળેટીના દિવસે, જૂઓ હોળીનો અલગ અંદાજ
સતત ત્રણ કલાક સુધી લઠ રાસ રમ્યા બાદ વિશાળ કાય હોળી પ્રગટાવામાં આવે છે, ત્યારે લોકો દોડી ને હોળીમાં નારિયેળ હોમે છે.
Last Updated : Mar 10, 2020, 3:32 PM IST