ભારતીય ચૂંટણી પંચ તરફથી EVM તેમજ VVPAT મશિનના સંગ્રહ માટે ખાસ વ્હેર હાઉસનું નિર્માણ કરવામાં આવ્યું છે. જે અંદાજે 2.75 કરોડના ખર્ચે અને ચૂંટણી પંચની ગાઇડલાઇન મુજબ ખાસ તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં કુલ 24 જેટલા સ્ટ્રોંગ રૂમ તેમજ 5000 જેટલા કંટ્રોલ યુનિટ સહિત EVM તેમજ VVPAT સુરક્ષિત રાખી શકાશે.
અરવલ્લીમાં 2.75 કરોડના ખર્ચે તૈયાર થયેલા વ્હેર હાઉસનું કરાયું લોકાર્પણ
અરવલ્લીઃ જિલ્લામાં EVM-VVPATના સંગ્રહ માટેના વ્હેર હાઉસનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયતના પરિસરની જગ્યામાં તૈયાર થયેલા વિશાળ વ્હેર હાઉસને જિલ્લા કલેક્ટર એમ.નાગરાજને નવીન વ્હેર હાઉસને ખુલ્લું મૂક્યું હતું.
સ્પોટ ફોટો
વ્હેર હાઉસ પરના સ્ટ્રોંગ રૂમ તેમજ આજુ-બાજુનો વિસ્તાર ચોવીસ કલાક CCTVની નજર હેઠળ રહશે. આ વ્હેર હાઉસના લોકાર્પણ પ્રસંગે નાબય જિલ્લા ચૂંટણી અધિકારી પી.સી.દવે, જિલ્લા વિકાસ અધિકારી ડૉ હર્ષિત ગોસાવી સહિતના અધિકારી સહિત અધિક કલેક્ટર, પ્રાંત અધિકારી તેમજ મામલતદાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા.