- મેઘરજ તાલુકાના રાયવાડા ગામમાં યુવાનો માટે લાઈબ્રેરી બનાવવામાં આવી
- દાતાએ બે અન્ય ગામડાઓમાં પણ પુસ્તકાલય શરૂ કરવા ફાળો આપ્યો
- યુવાનો માટે એક નવી રાહ ચિંધી છે.
અરવલ્લીઃ જિલ્લાના મેઘરજ તાલુકાના રાયવાડા ગામના યુવાનો માટે લાઇબ્રેરી બનાવવામાં આવી છે, યુવાનોને સ્પર્ધાત્મક પરિક્ષાઓ અંગે છેવાડાના ગામડાના યુવાનોમાં જાગૃતતા આવી છે, પરંતુ સંસાધનોના અભાવના કારણે યુવાનોને તૈયારી કરવા મોટા શહેરોમાં જવુ પડે છે. જો કે મેઘરજ જેવા અંતરિયાળ વિસ્તારમાં આવા યુવાઓની ચિંતા કરીને એક પુસ્તકાલય શરૂ કરવામાં આવ્યુ છે, જેથી યુવાઓને સ્પર્ધાત્મક પરિક્ષાઓની તૈયારી માટે મોડાસા, અમદાવાદ કે ગાંધીનજર સુધી ન જવું પડે.
દાતાઓ દ્વારા 500 પુસ્તકો હાલ ભેટ આપવામાં આવ્યા
સમાજ સેવક ગુલાબસિંહ ખાંટ તેમજ શંકરભાઈ ખાંટ દ્વારા મેઘરજ જેવા અંતરિયાળ વિસ્તારના રાયાવાડા ગામે પંચાયતના જૂના મકાનનો સદઉપયોગ કરીને લાયબ્રેરી તૈયાર કરી છે. જેનું ઉદ્ધાટન દાતાઓ તેમજ સમાજના અગ્રણીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. દાતાઓ દ્વારા 500 પુસ્તકો હાલ ભેટ આપવામાં આવ્યા છે, જેમ-જેમ યુવાઓની માંગ હશે તેમ આગળ પણ આપવાની તૈયારી દર્શાવી છે. દાતા ગુલાબસિંહ ખાંટ દ્વારા આ પૂર્વે માલપુર તાલુકાના ફાંસારેલ તેમજ ભેમપોડા ગામે લાયબ્રેરી શરૂ કરવામાં આવી છે.