રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આ પ્રસંગે મોડાસા કેળવણી મંડળના સંચાલકોને તેમની સમાજ પ્રત્યેની સેવા બદલ બિરદાવ્યા હતા. આ ઉપરાંત તેમણે હાજર બાળકોને કેટલીક જીવન ઉપયોગી સલાહ અને સૂચનો કર્યા હતા.
મોડાસા કેળવણી મંડળના શતાબ્દી મહોત્સવમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આપી હાજરી - શતાબ્દી મહોત્સવ
અરવલ્લી: જિલ્લાના મોડાસામાં મોડાસા કેળવણી મંડળ દ્વારા સંચાલિત મોડાસા હાઇસ્કૂલના શતાબ્દી મહોત્સવમાં રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહ્યા હતા.
શતાબ્દી મહોત્સવમાં રાજ્યપાલ રહ્યા ઉપસ્થિત
આ પ્રસંગે મોડાસા કેળવણી મંડળના પ્રમુખ બિપીનભાઈ, ઉપપ્રમુખ દિલીપભાઈ સોની, કનુભાઈ શાહ, દાતા મહાસુખ ભાઈ પટેલ, ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ ચાન્સેલર ડૉ. દાઉદભાઈ ઘાચી, મોડાસા નગરપાલિકાના પ્રમુખ સુભાષભાઈ શાહ, કલેકટર અમૃતેશ ઔરંગાબાદકર, જિલ્લા વિકાસ અધિકારી, પોલીસ વડા તેમજ અન્ય મહાનુભવો અને મોટી સંખ્યામાં નગરવાસીઓ ઉપસ્થિત રહ્યા હતાં.