ગુજરાત

gujarat

ETV Bharat / state

અરવલ્લીમાં ઘઉંના ટેકાના ભાવ તળીયે, ખરીદ કેન્દ્રો પર ઉડી રહ્યાં છે કાગડા

મોડાસાઃ અરવલ્લી જિલ્લામાં સરકારે જાહેર કરેલા ટેકાના ભાવમાં ખેડૂતો ઘઉં વેચવા માટે રસ દાખવી રહ્યાં છે, ત્યારે સરકારે ઘઉંના ટેકાનો ભાવ મણે 368 જાહેર કર્યો છે. જ્યારે ખુલ્લા બજારની હરાજીમાં 370થી 435 સુધીના ભાવ મળી રહ્યાં છે. જેના કારણે અરવલ્લીમાં ટેકાના ભાવથી ઘઉં વેચવા માટે ફક્ત 608 ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. અરવલ્લી જિલ્લામાં ઓછો વરસાદ થયો હોવા છતાં ૬૧ હજાર હેક્ટરમાં ઘઉંનું વાવેતર કરવામાં આવ્યું છે. મોંઘા બિયારણ, ખાતર અને મજૂરીનો ખર્ચો કરી સરકારે જાહેર કરેલા મણે 368નો ભાવ ખેડૂતને પોસાય તેમ નથી.

સ્પોટ ફોટો

By

Published : Mar 16, 2019, 5:26 PM IST

1 માર્ચથી રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ 15 માર્ચ સુધી ફક્ત 608 ખેડૂતોએ નોંધણી કરાવી છે. આ નોંધણીની પ્રક્રિયા હજુ 30 માર્ચ સુધી ચાલુ રહેશે. શુક્રવારથી મોડાસાના ખરીદ કેન્દ્રો પર ટેકાના ભાવથી ખરીદી શરૂ કરવામાં આવી છે, પરંતુ એક પણ ખેડૂત ઘઉં વેચવા આવ્યાં નથી. ખરીદીના પ્રથમ દિવસે ખરીદ સેન્ટર પર કાગડા ઊડી રહ્યાં હતા. ખરીદીની પ્રક્રિયા ૩૧ મે સુધી ચાલુ રહેશે. સામાન્ય રીતે ખેડૂતોને બજારમાં સારા ભાવ મળે અને ખેડૂતોને કાળી મજૂરી પછી બે પૈસા જોવા મળે તે માટે ટેકાના ભાવ જાહેર કરી સરકાર ખરીદી કરતી હોય છે.

જુઓ વીડિયો

જોકે સરકારે જ ટેકાના ભાવ સાવ તળિયાના રાખી વેપારીઓને આડકતરી રીતે ફાયદો પહોંચ્યો છે. અરવલ્લીમાં 7 ખરીદ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યાં છે. જોકે આ સેન્ટર બંધ કરવાની નોબત આવે તો નવાઈ નહીં. મગફળી માટે બૂમ પાડી હતી, તેથી ઘઉંની આવકની આશાએ સરકારી 21000 બારદાન તૈયાર રાખ્યાં છે, પરંતુ વેચવા માટે કોઈ જ ફરતું નથી.

ABOUT THE AUTHOR

...view details