ગુજરાત

gujarat

ETV Bharat / state

પ્રેમી સાથે પિતાએ જોઈ લેતા સગીરાએ લગાવી મોતની છલાંગ

અરવલ્લી: જિલ્લામાં આવેલા મોડાસાના મહાદેવપુરા ગામમાં 16 વર્ષીય યુવતીએ કૂવામાં છલાંગ લગાવીને મોતને વ્હાલુ કરતા ચકચાર મચી હતી. મહાદેવપુરા ગામમાં પ્રેમી સાથે વાતો કરતી સગીરાને તેના પિતા જોઈ ગયા હતા. ત્યારબાદ સગીરાએ પિતાના ડરથી કૂવામાં ઝંપલાવીને આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટના બાદ પરિવારજનોમાં માતમ છવાયો છે.

By

Published : Jun 28, 2019, 10:23 PM IST

પ્રેમી સાથે પિતા જોઈ જતા સગીરાએ લગાવી મોતની છલાંગ

મોડાસા તાલુકાના મહાદેવપુરા ગામની 16 વર્ષીય સગીરાને ગામના જ યુવક સાથે પ્રેમ થયો હતો. બન્ને છાનેછપને મળતા હતા. આ ઘટનાના દિવસે મૃતક સગીરા દાદા અને માતા સાથે ખેતરમાં કામકાજ અર્થે ગઈ હતી. આ દરમિયાન સગીરાનો પ્રેમી તેને મળવા માટે તેના ખેતર આવ્યો હતો.

પ્રેમી સાથે પિતાએ જોઈ લેતા સગીરાએ લગાવી મોતની છલાંગ

બન્ને ખેતરમાં વાતો કરતા હતા, તે સમયે તેના પિતા ખેતરમાં આવી ચઢતા બન્નેને વાતો કરતા જોઈ ગયા હતા. જેને કારણે સગીરા હેબતાઇ ગઇ હતી અને ત્યારબાદ ખેતર નજીકમાં આવેલા કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું હતું. આ સમગ્ર ઘટના અંગે સગીરાના પિતાએ મોડાસા રૂરલ પોલીસને જાણ કરતા પોલીસે ઘટનાસ્થળે પહોંચીને સગીરાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી હતી.

ABOUT THE AUTHOR

...view details