ગુજરાત

gujarat

ETV Bharat / state

અરવલ્લીના માલપુરમાં ફેકટરીમાં આગ - Raw materials burnt

અરવલ્લીના માલપૂરમા અણીયોર કંપામાં બુધવારે મોડી રાતે આગ લાગતા કંપનીનો તમામ કાચો માલ બળીને ખાખ થઈ ગયો હતો. મહામહેનતે આગ કાબૂમાં આવી હતી.

yy
અરવલ્લીના માલપુરમાં ફેકટરીમાં આગ

By

Published : Jun 3, 2021, 12:24 PM IST

  • અરવલ્લીના માલપૂરમાં ફેક્ટરીમાં આગ
  • આગને કારણે તમામ કાચો માલ બળીને ખાખ
  • આગનું પ્રાથમિક કારણ સોર્ટ સર્કિટ

અરવલ્લી: જિલ્લાના માલપુર તાલુલાના અણીયોર કંપામાં આવેલ એક ફેકટરીમાં આગ લાગી હતી. આગ લાગતા ફેક્ટરીનો તમામ સમાન અને મશનીરી બળીને ખાખ થઇ ગઇ હતી. પ્રાથમીક તપાસમાં આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું અનુમાન લગાવામાં આવી રહ્યુ છે.

તમામ કાચો માલ ખાખ

અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાનાના અણિયોર કંપામા આવેલી માં મેક્રોન ઇન્ડસ્ટ્રીમાંમાં બુધવારે મોડી રાત્રી આગ લાગી હતી અને જોતજોતામા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ફેકટરીની મશીનરી અને સ્ટોર કરવામાં આવેલો કાચો માલ બળીને ખાખ થઇ ગયો હતો. ઘટનાની જાણ થતા મોડાસા ફાયર બ્રીગેડની ટીમ દોડી આવી હતી અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે આગ એટલી ભીષણ હતી કે ફાયર બ્રીગેડે સતત પાણીનો મારો ચલાવ્યા છતા કાબુમાં આવી ન હતી . સદનસીબે વહેલી સવારે પડેલા વરસાદ ના કારણે આખરે આગ કાબુમાં આવી હતી.

આ પણ વાંચો : સુરતમાં ચાર જગ્યા પર શોર્ટ-સર્કિટના કારણે લાગી હતી આગ

કોઇ જાન હાની નહીં.

ઘટના અંગે સુચના મળતા માલપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.પ્રાથમીક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવ્યુ છે. આ અંગે પોલીસે આગળ કાર્યવાહી હાથ ધરી છે. ઘટના રાત્રે બની હોવાથી સદનસીબે કોઇ જાન હાની થઇ નથી.

અરવલ્લીના માલપુરમાં ફેકટરીમાં આગ

આ પણ વાંચો : રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લાગી આગ, કોઈ જાનહાની નહિ

ABOUT THE AUTHOR

...view details