અરવલ્લીઃ UGVCLના 2 કર્મચારીઓને કરંટ લાગતા 15 ફૂટ ઊંચા થાંભલા પરથી પટકાયા - gujarat
અરવલ્લીઃ ભિલોડા UGVCLના કર્મચારીઓ મેઇન્ટેનેન્સ માટે વીજ થાંભલા પર ચઢ્યા હતા. તે દરમિયાન અચાનક વીજ પાવર શરૂ થઈ જતા બે કર્મચારીઓને વીજ શોક લાગ્યો હતો. જેના કારણે તેઓ 15 ફૂટ ઉંચા થાંભલા પરથી નીચે પટકાયા હતા.
સ્પોટ ફોટો
વીજ વિભાગના કર્મચારી બી.ડી પ્રજાપતિ અને દિનેશભાઈ રાઠોડને ગંભીર ઇજા પહોંચી હતી. બન્ને કર્મચારીઓને તાત્કાલિક શામળાજી રેફરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં ગંભીર જણાતા તેમને મોડાસાની ખાનગી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ એક કર્મચારીને અમદાવાદ ખસેડાયા છે જેમની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.