- સરકારી ઈજનેરી કોલેજની હોસ્ટેલ ખાતે ભૂકંપ સબંધિત મોકડ્રીલનું રિહર્સલ કરાયું
- NDRFની ટીમ દ્વારા ભૂકંપ સબંધિત મોકડ્રીલનું રિહર્સલ કરાયું
- લાઇવ ડેમોન્સ્ટ્રેશન કલેક્ટરની અધ્યક્ષતામાં કરાયું
- કલેક્ટરે NDRFની ટીમનો આભાર વ્યક્ત કર્યો
અરવલ્લીઃભારતમાં ઘણી એવી જગ્યાઓ પર ભૂકંપની ઘટનાઓ ઘટી છે. જેમાં અસંખ્ય લોકો મૃત્યુ પામતા હોય છે. ભૂકંપની ઘટનામાં જોઈએ તો, કચ્છના ભુજમાં ભૂકંપની ઘટનાઓ વધુ ઘટતી હોય છે. થોડા સમય પહેલા ઉત્તરાખંડમાં પણ ભૂકંપની ઘટના બની હતી, જેમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા. આવી કુદરતી આફતો સમયે જેને પગલે NDRF(National Disaster Response Force)ટીમની કામગીરીનું લાઇવ ડેમોન્સ્ટ્રેશન જિલ્લા કલેક્ટર અમૃતેશ ઔરગાબાદકરની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યુ હતું. NDRF(National Disaster Response Force) ટીમ દ્વારા રિહર્સલમાં અનેક પ્રકારની પ્રવૃતિઓ કરી હતી. જેમાં લોકોનો કઈ રીતે બચાવ કરવો, ડોગ સ્ક્વોડ દ્વારા પણ દટાયેલા લોકોને નિકાળવાની કામગીરી હાથ ધરતા હોય છે, કોઈ ઊંચાઈ પર ફસાયેલ લોકોને ત્યાંથી બહાર નીકાળવાની કામગીરી, દીવાલો તોડીને લોકોને બહાર ઉગારવાની કામગીરી, કોઈ ઇમારતો પડી જવાથી અંદર દટાયેલ લોકોને બાહર લાવીને ઝડપથી આરોગ્ય વિભાગને હોસ્પિટલ પહોંચાડવાની કામીગીરી હાથ ધરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ NDRFની ટીમે રેલી દ્વારા કોરોના મામલે જનજાગૃતિનો સંદેશ આપ્યો
જિલ્લા ક્લેક્ટર NDRF ટીમની કામગીરીને બિરદાવી