ગુજરાત

gujarat

ETV Bharat / state

શામળાજીમાં ડિજિટલ ચેકપોસ્ટ બનાવા છતાં ટેક્ષની થાય છે ચોરી

અરવલ્લીઃ શામળાજી બોર્ડર પર દેશની સૌપ્રથમ ડિઝિટલ ચેકપોસ્ટ બનાવામાં આવ્યું છે, પરંતુ ગત વર્ષના રીપોર્ટ પ્રમાણે ટેક્ષ કલેક્શન વધવાના બદલે ઘટ્યુ છે. જેનો પર્દાફાશ થયો છે.

By

Published : Apr 25, 2019, 11:00 PM IST

સ્પોટ ફોટો

શામળાજી ચેકપોસ્ટ પર RTO ઇન્સ્પેક્ટર દેવસીભાઈ આંબલીયા ફરજ પર હતા. તે દરમ્યાન “ઈશ્વર ટ્રાવેલ્સ”ની લકઝરી નં.RJ 30 PB 0711 બસ આવી હતી. અધિકારીએ ટેક્ષની પાવતી રજુ કરવા જણાવતા ડ્રાઇવરે ટેક્ષ ભરેલી રસીદની ઝેરોક્ષ આપી હતી. જેના કારણે અધિકારીને શંકા થતા વધુ તપાસ કરતા આ પાવતી નકલી હોવાની ખબર પડી હતી.

ચેકપોસ્ટ પર ડુપ્લીકેટ પાવતી

જોકે આ દરમ્યન લકઝરી બસનો ડ્રાઈવર સુખદેવસીંગ મદનસિંહ રાવત ફરાર થઈ ગયો હતો પરંતુ બસનો ક્લીનર રાજેન્દ્રસિંગ મોતિસિંગ રાવત હાથ લાગી ગયો હતો. પુછપરછમાં નકલી પાવતી કૌભાંડમાં લકઝરી બસનો માલિક મીઠુંસિંહ રાજુસિંહ ચૌહાણ અને વેણપુર નજીક આવેલી ભોલેનાથ હોટલનો માલિક દિનેશની સંડોવણી બહાર આવી છે.

સમગ્ર કૌભાંડ અંગે શામળાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા શામળાજી પોલીસે 4 ઇસમો સામે સરકાર સાથે છેતરપિંડીનો અને વિશ્વાસઘાતનો ગુનો ઇફકો કલમ- 406,420,465,467,468,471,474અને 120B મુજબ ફરિયાદ નોંધી આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ABOUT THE AUTHOR

...view details