ગુજરાત

gujarat

ETV Bharat / state

દારૂબંધી કાગળ પર, નશામાં ધૂત કારચાલકે બે વિદ્યાર્થિનીને મારી ટક્કર

અરવલ્લીઃ જિલ્લાના મોડાસાની નાલંદા-1 સોસાયટી નજીક દારૂ પીધેલી હાલતમાં કાર ચલાવી રહેલા ચાલકે વિદ્યાર્થીની સાયકલને ટક્કર મારતા ભારે ચકચાર મચી હતી. સદનસીબે વિદ્યાર્થીનીનો આબાદ બચાવ થયો હતો. જોકે આ બાબતે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ARL

By

Published : Aug 3, 2019, 7:26 PM IST

અકસ્માતના પગલે દોડી આવેલા લોકોએ કારમાં બેઠલા ઇસ્મોની પુછપરછ કરતા તેઓ નશાની હાલતમાં જણાયા હતા. કાર ચાલકે દારૂ ગણેશપુરમાંથી ઢીંચ્યો હોવાની કબૂલાત લોકો સમક્ષ કરી હતી. ત્યારબાદ કારમાંથી ખુલ્લી તલવાર પણ મળી આવતા લોકોએ તાત્કાલીક પોલીસનો સંપર્ક કર્યો હતો.

દારૂબંધી કાગળ પર,નશામાં ધૂત કારચાલકે બે વિદ્યાર્થિનીને મારી ટક્કર ,ETV BHARAT


મોડાસા ટાઉન પોલીસે નશામાં ધૂત બનેલ અને કાર ચલાવનાર દીતા કોટડ અને ડાહ્યા નાયકને ઝડપી પ્રોહિબિશન એક્ટ અને એમ.વી એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

ABOUT THE AUTHOR

...view details