- નરેન્દ્ર મોદી દ્વારા દિવ્ય કાશી ભવ્ય કાશી યોજનાનું લોકાર્પણ
- અરવલ્લીના 800 ગામડાઓમાં ઉજવણી
- મહિલા મોરચા દ્વારા કળશ યાત્રાનુ આયોજન
અરવલ્લી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Kashi Vishwanath Corridor Inauguration) દ્વારા 13 ડિસેમ્બરના રોજ ઉત્તરપ્રદેશના કાશીમાં (kashi vishwanath temple varanasi) દિવ્ય કાશી ભવ્ય કાશીકાર્યક્રમ (Divya Kashi Bhavya Kashi) યોજાવાનો છે, જે અંતર્ગત અરવલ્લી જિલ્લાના 800 જેટલા ગામોના શિવાલય, મંદીર તેમજ ગામના જાહેર સ્થળો પર ઓછામાં ઓછા 200થી 300 લોકોને ઉજવણીમાં સામેલ કરવાનું આયોજન કરવામાં આવ્યુ છે.
મહિલા મોરચા દ્વારા કળશ યાત્રાનુ આયોજન
જિલ્લાના શહેરી વિસ્તારોમાં આવેલ વોર્ડમાં તેની ઉજવણીમાં કોર્પોરેટર, મોરચાના કાર્યકર્તાઓ તથા આગેવાનો ઉપસ્થિત રહી તે દિવસને ભવ્ય બનાવવામાં આવશે, જ્યારે યુવા મોરચા દ્વારા બાઇક રેલી તેમજ મહિલા મોરચા દ્વારા કળશ યાત્રા પણ કાઢવામાં આવશે.
ભવ્યતિભવ્ય કાર્યક્રમ માટે તમામ તૈયારીઓ પૂર્ણ