ગુજરાત

gujarat

ETV Bharat / state

અરવલ્લી જિલ્લામાં ડીઝાસ્ટર મેનેજમેન્ટ તાલીમ કાર્યક્રમ શરુ થયો

અરવલ્લી જિલ્લાની સર્વોત્ત્મ હોટલ ખાતે ગુજરાત સ્ટેટ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા એન.જી.ઓ વનિતા શિશુ વિહાર સંસ્થાના માધ્યમથી વિશેષ તજજ્ઞો દ્વારા સરકારી કર્મચારીઓને આપત્તિ જોખમ નિવારણ ની તાલીમ આપવામાં આવી રહી છે. જેમાં અરવલ્લી જિલ્લાના ગ્રામવિકાસ,પંચાયત,આરોગ્ય અને શહેરી વિભાગના 250 કર્મચારીઓને તાલીમ આપવામાં આવશે . તાલીમ કાર્યક્રમને સંસ્થાના પ્રમુખ નીરૂબેન પટેલ ધ્વારા પ્રાસંગિક પ્રવચન સાથે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

250 કર્મચારીઓને તાલીમ આપવામાં આવશે
250 કર્મચારીઓને તાલીમ આપવામાં આવશે

By

Published : Dec 25, 2020, 12:45 PM IST

  • ગુજરાત સ્ટેટ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીનો એનજીઓ સાથેનો કાર્યક્રમ યોજાયો
  • આપત્તિ જોખમ નિવારણની તાલીમ આપવામાં આવી
  • 250 કર્મચારીઓને તાલીમ આપવામાં આવશે


મોડાસાઃ કુદરતી અને માનવસર્જિત ક્ષતિઓના કારણે માનવ સમુદાયની કસોટી થતી રહી છે. ગુજરાત અવારનવાર આપત્તિઓનો ભોગ બનતુ રહ્યું છે .ક્યારેક દુષ્કાળ અછતનો કપરો કાળ હોય કે પ્રલયકારી અતિવૃષ્ટિ હોય કે પૂરની હોનારત હોય કે વિનાશક વાવાઝોડું અને ક્યારેક ભૂકંપની આપત્તિ. કુદરતિ આપત્તિનો પ્રતિકાર કરવાના વ્યવસ્થાપનની તાલીમ આપવા માટે અરવલ્લીના 250 સરકારી કર્મચારીઓને તાલીમ આપવામાં આવી રહી છે. ભારત સરકારના NDMA ધ્વારા માસ્ટર ટ્રેઈનર તરીકે તાલીમ પામેલ તજજ્ઞો તાલીમ આપી રહ્યાં છે.

  • ડીઝાસ્ટર રિસ્ક રીડકશન બેઝ આધારિત તાલીમ આપવામાં આવી રહી છે

    તાલીમ પામેલ કર્મચારીઓ રોટેશન મુજબ નવા બની રહેલા ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે આ ફરજ બજાવશે.બે દિવસની આ તાલીમમાં 25 જેટલા વિષયો કવર કરવામાં આવ્યા હતાં. જિલ્લામાં નવા બની રહેલા ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે આ કર્મચારીઓ રોટેશન મુજબ ફરજ બજાવશે. કોવિડ ગાઈડલાઈન્સ મુજબ એક બેચમાં ફક્ત 25 તાલીમાર્થી જ પસંદ કરાયાં છે અને ગાઈડ લાઇનનું ચુસ્ત પાલન કરવામાં આવ્યું હતું. આ કર્મચારીઓમાં તલાટી,ગ્રામસેવક, ક્લાર્ક,આરોગ્ય કર્મચારીઓનો સમાવેશ થાય છે. મોડાસા ફાયર વિભાગ દ્વારા દરરોજ તાલીમના સ્થળે ફાયર ડેમો અને મોક્ડ્રીલ યોજવામાં આવશે.

આ તાલીમ વર્ગની જિલ્લા વિકાસ અધિકારી તથા નિવાસી અધિક કલેકટર ધ્વારા મુલાકાત લેવામાં આવશે. તાલીમનું આયોજન રૂપરેખા ડીપીઓ-ડીઝાસ્ટર કે બી પટેલ અને નાયબ મામલતદાર ડીઝાસ્ટર હર્ષાબેન દ્વારા તૈયાર કરી જે તે વિભાગોને જણાવવામાં આવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details