ગુજરાત

gujarat

ETV Bharat / state

માલપુરના મુવાડા ગામે તંત્ર દ્વારા 167 વીઘા ગૌચર જમીન પર દબાણ હટાવાયું - gujarati news

અરવલ્લી: જિલ્લાના માલપુર તાલુકામાં આવેલા મોટા ભાગની ગૌચર જમીનને ખેતરમાં ભેળવી દેવામાં આવી છે. પશુઓને ચરાવવા માટે રખાયેલ જમીન પર સ્થાનિક લોકોએ કબજો કરી ગેરકાયદેસર નાના-મોટા બાંધકામ કરી દબાણ કરવામાં આવ્યા છે. તેથી માલપુરના મુવાડા ગામે તંત્ર દ્રારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણો દૂર કરવામાં આવ્યા હતા.

malpur

By

Published : Aug 22, 2019, 7:57 AM IST

જેથી તાલુકા વિકાસ અધિકારી સહિત અન્ય અધિકારીઓ માલપુરના મુવાડા ગામે ૧૬૭ વિઘાથી વધુ ગૌચર જમીન પર કરેલ કાચા પાકા દબાણો દૂર કરવા પહોંચ્યા હતા. સાથે જ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મહિલા પોલીસ સહિત મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દઇ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો. ગામનું ગૌચર દૂર કરવાની કાર્યવાહીથી ગ્રામજનોમાં અને ખેડૂતોમાં આનંદ છવાયો હતો. બીજી બાજુ કેટલાક રહેણાંક લોકોના મકાન પણ જાહેર રસ્તા પર બનાવામાં આવ્યા હોવાથી દુર કરવામાં આવ્યા હતા. રહેણાંક લોકોના મકાન તોડી પડાતા લોકો છત વિહોણા થયા હતા.

માલપુરના મુવાડા ગામે તંત્ર દ્વારા 167 વીઘા ગૌચર જમીન પર દબાણ હટાવાયું

નોંધનીય છે કે, ગ્રામજનોએ જવાબદાર તંત્રમાં અનેકવાર રજૂઆત કરવા છતાં પણ કોઇ ઉકેલ ન આવતા થોડા સમય અગાઉ ગામના 100થી વધુ ખેડૂતો જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સામૂહિક મુંડન માટે પહોંચ્યા હતાં. મુંડનની જાણ થતા તંત્ર તરફથી ગૌચર પરનું દબાણ દૂર કરવા હૈયા ધારણ આપી હતી. ત્યારે પોલીસે 25થી વધુ ખેડૂતોને જાહેરનામાના ભંગ હેઠળ અટકાયત કરી હતી.

ABOUT THE AUTHOR

...view details