ગુજરાત

gujarat

ETV Bharat / state

મોડાસામાં ગટરમાં પડી ગયેલી ગાયનો આબાદ બચાવ

અરવલ્લી: મોડાસા નગરની રસુલ્લાહબાદ સોસાયટીની સામે આવેલા ખુલ્લી ગટરમાં ગાય પડી જતા નગરપાલિકાની રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે તાબડતોડ પહોંચી હતી. જ્યારે ભારે જહેમત બાદ ગાયને આબાદ બચાવી લેવામં આવી હતી.

સ્પોટ ફોટો

By

Published : Apr 5, 2019, 8:38 AM IST

મોડાસામાં નગરની રસુલ્લાહબાદ સોસાયટીની સામે આવેલા ખુલ્લા પ્લોટમાં ગાય બે ગટરોની વચ્ચે ફસાઈ ગઇ હતી. ત્યારે તેને બહાર કાઢવામાં નગરપાલિકાનાના મહેશભાઇ અને ગફુરભાઇએ જીવના જોખમે અંધારૂ હોવા છતાં ગટરની અંદર ઉતરી બચાવી હતી.

મોડાસામાં ગટરમાં પડેલ ગાયનો આબાદ બચાવ

ગટરને તોડવા માટે JCBની જરૂર પડતા સોસાયટીના રહીશ ફઝલભાઇ પઠાણ અને લીયાકતભાઇ કામે લગી ગટરને તોડવામાં મદદ કરી હતી, અને ભારે જહેમત બાદ અંતે ગાયનો આબાદ બચાવ થતા સૌએ હાશકારો અનુભવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details