મેઘરજ: 30 જાન્યુઆરીએ મેઘરજની ખાનગી નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનો ગળેફાંસો ખાધેલી હાલતમાં લટકતો મૃતદેહ મળી આવતા ભારે ચકચાર મચી હતી. રાજસ્થાનના દેવલની યુવતી મેઘરજમાં નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતી હતી. પોસ્ટ ઓફિસ નજીક ભાડાના મકાનમાં રહેતી યુવતીનો તેના રૂમમાંથી ગળેફાંસો ખાધેલી હાલતમાં લટકતો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચી પરિવારજનોને જાણ કરી હતી. જે બાદ મૃતદેહને પી.એમ માટે મોકલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
અરવલ્લીમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળવાનો સિલસિલો યથાવત - aravalli news
અરવલ્લી જિલ્લામાં લટકતી હાલતમાં મૃતદેહ મળવાનો સિલસિલો યથાવત છે. ગત એક અઠવાડીયામાં 4 વ્યક્તિઓનો ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યાં છે.

અરવલ્લી
અરવલ્વીમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળવાનો સિલસિલો યથાવત
નોંધનીય છે કે. આ અગાઉ 24 જાન્યુઆરીએ ભિલોડાની હાથમતી નદી પાસેથી ગળે ફાંસો ખાધેલી હાલતમાં એક યુવતિનો મૃતહેદ મળી આવ્યો હતો. જો કે, પિયર પક્ષના લોકોએ મહિલાની હત્યા કરવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, 28 જાન્યુઆરીના રોજ માલપુર નગરમાં રહેતા 17 વર્ષીય સગીર યુવક અને નજીકના વિસ્તારમાં રહેતી 15 વર્ષીય સગીરાનો મૃતદેહ ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો.